જૈન મુનિએ મંદિરમાં કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું 'સાધુ આવું કરે તે ખોટું'

આપઘાત પહેલા જૈન મુનિ વિપ્રણ સાગરજીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસે કબજે કરી હતી, સુસાઇડ નોટમાં તેઓએ લખ્યું કે સાધુ આવું કરે તો ખોટું છે.

આપઘાત પહેલા જૈન મુનિ વિપ્રણ સાગરજીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસે કબજે કરી હતી, સુસાઇડ નોટમાં તેઓએ લખ્યું કે સાધુ આવું કરે તો ખોટું છે.

 • Share this:
  બિહારના ભાગલપુરમાં એક જૈન મુનિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં આપઘાત કરનાર જૈન મુનિ વિપ્રણ સાગરજી ચાર્તુમાસ કરી રહ્યાં હતા. આ દરમિયાન મંદિરમાં તેઓએ ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો, આપઘાત પહેલા તેઓએ એક સુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસે કબજે કરી હતી, સુસાઇડ નોટમાં તેઓએ લખ્યું કે સાધુ આવું કરે તો ખોટું છે.

  મંગળવારે બપોરના જૈન મુનિ વિપ્રણ સાગરજી આહાર બાદ મંદિરના રુમ નંબર ત્રણમાં ગયા હતા. એ પછી તેઓ બહાર આવ્યા નહોતા. સાંજના સમયે વિપ્રણ સાગર મહારાજે દરવાજો ના ખોલ્યો ત્યારે જૈન સમાજના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે દરવાજો નહી ખુલતા ત્યાં હાજર લોકોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અંદર પ્રવેશતા જ છત પરના પંખા સાથે જૈન મુનિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેમના ગળામાં પ્લાસ્ટિકની દોરીનો ફંદો હતો.

  સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, સુસાઇડ નોટમાં તેમણે પરેશાની હોવાનું લખ્યું હતું પણ ક્યા પ્રકારની સમસ્યા હતી તેનો ઉલ્લેખ કર્યો ન હતો, વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આપણે ખોટું કરી રહ્યાં છીએ, સાધુ આવું કરે તે ખોટું છે.

  ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં જૈન મુનિ વિપ્રણ સાગરજી મહારાજ ચાર્તુમાસ કરી રહ્યા હતા. તેઓ પગપાળા વિહાર કરતા હતા. 6 મહિના પહેલા સમેત શિખરજીથી તેઓ પગપાળા ભાગલપુર આવ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: