Home /News /national-international /

પંજાબ સરકારે ન કર્યો સિદ્ધુનો બચાવ, કહ્યું- 3 વર્ષની સજા માટે જવું પડશે જેલ

પંજાબ સરકારે ન કર્યો સિદ્ધુનો બચાવ, કહ્યું- 3 વર્ષની સજા માટે જવું પડશે જેલ

    કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનો બચાવ કરવાની પંજાબ સરકારે સ્પષ્ટ ના કહી દીધી છે. તેમણે કોર્ટમાં કહ્યું કે તેમના મંત્રી પર કેસ ચાલવો જોઈએ. આ મામલો વર્ષ 1988માં થયેલા રોડ રેજની ઘટનાથી સંબંધિત છે.

    વર્ષ 1998ના રોડ રેજના મામલામાં વર્ષ 2006માં હાઇકોર્ટે સિદ્ધુને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જેની સામે સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલામાં પંજાબ સરકારે સિદ્ધુ સામે રોડ રેજ તથા ખોટા ઈરાદે હત્યાના મામલામાં ત્રણ વર્ષની સજા બરકરાર રાખવાનું સમર્થન કર્યું છે.

    આ દરમિયાન આ કેસમાં પીડિત પક્ષ ગુરનામ સિંહના પરિવારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધુને મળતી આ સજા બરાબર નથી, સજાને વધારવી જોઈએ.

    આ પહેલા સિદ્ધુ સામે એક નવી અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિદ્ધુએ વર્ષ 2010માં એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં માન્યું હતું કે રોડ રેજની ઘટનામાં તેમની ભૂમિકા હતા અને એ પણ માન્યું કે ગુરનામ સિંહને તેમણે માર્યો હતો.


    શું હતો કેસ
    આ ઘટના 27 ડિસેમ્બર 1988ની છે. જ્યારે પટિયાલામાં કાર પાર્કિંગ માટે સિદ્ધુની ગુરૂનામ સિંહ નામના બુઝુર્ગની સાથે ઝગડો થયો હતો. ગુરૂનામ સિંહ સાથે તેમનો ભાણેજ પણ હતો. ભાણેજના કહેવા પ્રમાણે સિદ્ધુએ ગુરનામને મુક્કો મારીને પાડી દીધો હતો. જે પછી ગુરનામને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેમની મૃત્યુ થઇ ગઇ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navjot Singh Sidhu, ભાજપ

    આગામી સમાચાર