જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ગુસ્સે ભરાયા મમતા બેનરજી, નારાજ થઈને PM સામે બોલવાની ના પાડી

જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ગુસ્સે ભરાયા મમતા બેનરજી, નારાજ થઈને PM સામે બોલવાની ના પાડી
જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ગુસ્સે ભરાયા મમતા બેનરજી, નારાજ થઈને PM સામે બોલવાની ના પાડી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલ પર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા

 • Share this:
  કોલકાતા : નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીના પ્રસંગે (Netaji Subash Chandra Bose)આયોજીત કાર્યક્રમમાં જય શ્રીરામના (Jai Shree Ram)સૂત્રોચ્ચાર થયા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) મંચ પર બોલવા પહોંચ્યા ત્યારે ભીડે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. આ સૂત્રોચ્ચારથી નારાજ થઈને તેમણે બોલવાની ના પાડી દીધી હતી. મમતા બેનરજીએ ભીડ પર પાર્ટી વિશેષ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલ પર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પણ ઉપસ્થિત હતા.

  આ સૂત્રોચ્ચારનો સીએમ મમતા બેનરજીએ જોરદાર વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે સરકારના કાર્યક્રમની કેટલીક ગરીમા હોવી જોઈએ. આ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી. આ દરમિયાન પોતે અપમાનિત થઇ છે. તેમણે કહ્યું કે કોઈને આમંત્રિત કર્યા પછી અપમાન કરવા તમને શોભા આપતું નથી. આ સાથે તેમણે કાર્યક્રમમાં બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે હું વિરોધના રૂપમાં કશું બોલીશ નહીં. મમતા બેનરજીએ પોતાની નારાજગી પીએમ મોદી સામે વ્યક્ત કરી હતી.  આ પણ વાંચો - Subhas Chandra Bose Jayanti 2021 : પીએમ મોદીએ કહ્યું - નેતાજીનો ત્યાગ, ઉર્જા, આદર્શ, તપસ્યા દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા  મમતા બેનરજીએ શનિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપતા એક ભવ્ય જુલુસની શરૂઆત કરી હતી. આ પહેલા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા જાહેર કરવાની અપીલ કરી છે.

  આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે મા ભારતીની ગોદમાં તે વીર સપૂતે જન્મ લીધો હતો, જેમણે આઝાદ ભારતના સપનાને નવી દિશા આપી હતી. આજના દિવસે ગુલામીના અંધારામાં તે ચેતના ફૂટી હતી, જેણે દુનિયાની સૌથી મોટી સત્તા સામે ઉભા રહીને કહ્યું હતું કે હું તમારી પાસે આઝાદી માંગીશ નહીં, છીનવી લઇશ. હું નેતાજીની 125મી જયંતી પર કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી તેમને નમન કરું છું. હું આજે બાળક સુભાષને નેતાજી બનાવનાર, તેમના જીવનને તપ, ત્યાગ અને તિતિક્ષાથી ગઢનાર બંગાળની આ પુર્ણ્યભૂમિને નમન કરું છું. તેમની ઉર્જા, આદર્શ, તપસ્યા, ત્યાગ દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા છે.
  Published by:Ashish Goyal
  First published:January 23, 2021, 18:55 pm

  ટૉપ ન્યૂઝ