કિશોરીને અર્ધનગ્ન કરીને વીડિયો વાયરલ કરનાર 11 ઝડપાયા, મોબાઇલ જપ્ત

News18 Gujarati
Updated: May 3, 2018, 11:57 AM IST
કિશોરીને અર્ધનગ્ન કરીને વીડિયો વાયરલ કરનાર 11 ઝડપાયા, મોબાઇલ જપ્ત

  • Share this:
બિહારના જહાનાબાદમાં 28મી એપ્રિલના રોજ એક સગીરાની જાહેરમાં છેડતી કરીને તેનો વીડિયો વાયરલ કરવાના ગુનામાં પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. એસપી મનીષે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ કરવાના કેસમાં 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ બે લોકો ફરાર છે.

એસપીએ જણાવ્યું હતું કે સગીરા એસસી-એસટી હોવાને કારણે દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં એસસી-એસટી એક્ટ પણ લગાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોર્ટમાં એક અરજી આપીને પણ આ કેસમાં એસસી-એસટી એક્ટ લગાવવાની માંગણી કરવામાં આવી છે. પોલીસે જે ફોનમાંથી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો તેને પણ જપ્ત કરી લીધો છે. ધરપકડ કરવામાં આવેલા 11 લોકોમાંથી 7 સગીર વયના છે.

જહાનાબાદમાં ભરથુઆ નહેર પાસે મિત્ર સાથે જઈ રહેલી સગીરા સાથે આરોપીઓએ છેડછાડ કરી હતી. તેને અર્ધનગ્ન કરીને તેના કપડાં ઉતારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અડધો ડઝન જેટલા યુવકો એક કિશોરી (વીડિયોમાં દેખાવ પરથી કિશોરી લાગી રહી છે) સાથે છેડછાડ કરી રહ્યા છે. યુવકો તેની શારીરિક છેડતી કરી રહ્યા છે. દરેક યુવક તેને પોતાનો શિકાર બનાવવા માંગતો હોય તેવી હરકત કરી રહ્યા છે. કિશોરી આ તમામથી પોતાની જાતને બચાવવા મથી રહી છે.

આ દરમિયાન તમામ યુવકોએ આ કિશોરીના કપડાં ઉતારવાનો પ્રયાસ કરે છે, જ્યારે કિશોરી 'ભાઈ...મહેરબાની કરો.'...'ભાઈ મહેરબાની કરો' કહીને તેમને આવું ન કરવા વિનંતી કરી રહી છે. વીડિયોમાં એક બાઇક નીચે પડેલું દેખાઈ રહ્યું છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાઇક રવિ રંજન નામથી નોંધાયેલું છે. રવિનો એક મિત્ર આ બાઇક પર એક છોકરીને બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે અમુક છોકરાઓએ બંનેને પકડી લીધા હતા અને છોકરી સાથે છેડછાડ કરવા લાગ્યા હતા. બાદમાં આનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો.
First published: May 3, 2018, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading