ન્યૂઝ18 ગુજરાતી: જાગરણ ફોરમ કાર્યક્રમના બીજા દિવસે ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે જો લોકો સરકારથી ડરવા લાગે તો સમજી જવું જોઈએ કે આ લોકતંત્ર નહીં તાનાશાહી છે. તેની સાથે જ તેઓએ કહ્યું કે, આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ અને સભ્યતાને આગળ વધારતા રહેવી જોઈએ. ન્યાય, સમાનતા અને સ્વાતંત્રતા એક કાયદા હેઠળ ચાલનારી સોસાયટીનું મહત્વપૂર્ણ અંગ છે. તેની સાથોસાથ જ સામાજિક ફેરફાર પણ થાય છે, પરંતુ ન્યાયનું કામ પણ સમાજમાં ભાઈચારો પણ કાયમ રાખે છે.
જાગરણ ફોરમના સત્ર નાગરિક અધિકાર અને ન્યાયપાલિકામાં જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, એક સારો સમાજ સિવિલ લિબર્ટી વગર શક્ય નથી. હું હંમેશા યુવાઓને કહું છું કે તેમને બંધારણ ભણવું જોઈએ એન તે મુજબ જીવન જીવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ.
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બોલતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, વિચારોની આઝાદીથી આદાન-પ્રદાન કરવું ખૂબ જ જરૂરી છે, તે સૌથી સારી ભેટ પણ છે. જેફરસને કહ્યું હતું કે, જ્યારે સરકાર લોકોથી ડરે છે તો તે આઝાદી છે, પરંતુ જ્યારે જનતા સરકારથી ડરે તો તે તાનાશાહી છે. જ્યારે પણ તમે બળજબરીથી પોતાના મનનો ન્યાય મેળવવાનો પ્રયાસ કરો છો તો વાસ્તવિક્તામાં તેનો ખરો અર્થ બરબાદ કરી દે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે અમેરિકાએ પણ પોતાની આઝાદી હિંસાથી પ્રાપ્ત કરી હતી પરંતુ ભારતે અહિંસાના માર્ગે અંગ્રેજોને પરત જવા માટે મજબૂર કરી દીધા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર