Video : 40 પેસેન્જરની જેમ તમારો પણ જીવ અદ્ધર થઈ જશે, રેલ્વે ટ્રેક પર ફસાઈ બસ સામે આવી ગઈ Train

જબલપુર રેલ્વે ફાટક પર બસ ફસાઈ અને ટ્રેન આવી ગઈ

બસની આગળ પાછળ ટ્રાફિક જામ, અચાનક ટ્રેક પર ટ્રેન આવી ગઈ, લકો બસની અંદરથી નીચે ઉતરી ભાગવા લાગ્યા

  • Share this:
    જબલપુર : કોઈપણ ફિલ્મી દ્રશ્યોની જેમ જબલપુરથી પણ એક એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે જોઈ ભલ ભલાના રૂવાંટા ઉભા થઈ જાય. એક પેસેન્જર બસ રેલ્વે ટ્રેક પર ઉભી થઈ અને રેલ્વે ટ્રેક પર ટ્રેન આવવા લાગી. આ જોઈને બસમાં બેઠેલા લોકોનો જીવ અદ્ધર થઈ ગયો હતો અને લોકો તાત્કાલિક બસમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યા. જોકે, ઇન્ટરલોકને કારણે કોઈ અકસ્માત થયો ન હતો અને ટ્રેન 300 મીટર પહેલા અટકી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતાની સાથે જ તે વાયરલ થયો હતો.

    ઘટના સિહોરા વિસ્તારમાં સ્થિત ખીટૌલા રેલ્વે ફાટકની છે. જયસ્વાલ ટ્રાવેલ્સની બસ MP-20-PA-2269 રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે તે ટ્રાફિકના કારણે ફાટક વચ્ચે રેલ્વે ટ્રેક પર અટકી ગઈ હતી. તેની આગળ અને પાછલ વિશાળ ટ્રાફિક જામ હતો. તે દરમિયાન લોકોએ જોયું કે સામેથી ટ્રેન આવી રહી હતી. આ જોઇને બસના 40 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા. લોકો નીચે ઉતરીને દોડવા લાગ્યા. લોકોને ડર હતો કે ટ્રેન વધુ ઝડપે આવી જશે તો, બસને અડફેટે લઈ જશે.

    ટ્રેન કટનીથી જબલપુર આવી રહી હતી

    આ ટ્રેન કટનીથી જબલપુર તરફ આવી રહી હતી. ઇન્ટરલોક સિસ્ટમના કારણે ટ્રેન લગભગ 300 મીટર પહેલા અટકી ગઈ હતી. ગેટમેન અને ટ્રેન ડ્રાઇવરે પણ અકસ્માત સર્જાય તે પહેલા જ સમયસૂચકતા વાપરી જબરદસ્ત ચપળતા બતાવી હતી. મહત્વની વાત એ છે કે, લગભગ 1 કલાકની મહેનત બાદ ટ્રાફિક જામ દૂર થઈ શક્યો અને ટ્રેન આગળ વધી શકી હતી.



    સબક શીખ્યા લોકો અને PRO

    આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાહુલ જયપુરિયાએ કહ્યું કે, આ તસવીર સબક આપે છે. જો રેલ ફાટક બંધ થઈ રહ્યો છે અને સાયરનનો અવાજ આવી રહ્યો છે તો આગળ વધશો નહીં. નહિંતર, તમારે આવી અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

    જબલપુરના આ સમાચાર પર પણ એક નજર નાખો

    ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી સામે વેટરનરી તબીબો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. નાનજી દેશમુખ વેટરનરી યુનિવર્સિટી, જબલપુરના વેટરનરી ડોકટરો અને વિદ્યાર્થીઓએ પણ તેમની સામે દેખાવો કર્યા હતા.

    આ તે જ યુનિવર્સિટી છે જેનો તાજેતરમાં જ મેનકા ગાંધીએ કથિત રૂપે ઘટિયા હોવાનું જણાવ્યું હતું અને તેનો ઓડિયો વાયરલ થયો હતો. નાનાજી દેશમુખ વેટરનરી યુનિવર્સિટીના વેટરનરી ડોકટરો અને વિદ્યાર્થીઓ ગુરુવારે રસ્તા પર ઉતર્યા હતા. આ લોકોએ મેનકા ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને તેમનું પોસ્ટર સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. વેટરનરી ડોકટરો કહે છે કે સાંસદ મેનકા ગાંધીએ ચંદીગઢમાં પોસ્ટ કરેલા વેટરનરી ડોક્ટર વિકાસ શર્મા સાથે અભદ્ર વર્તન કર્યું છે.
    Published by:kiran mehta
    First published: