Home /News /national-international /VIDEO Viral: દારૂને લઈ લોહીયાળ જૂથ અથડામણ, કમ્મરમાં ઘુસાડી દીધી બરછી

VIDEO Viral: દારૂને લઈ લોહીયાળ જૂથ અથડામણ, કમ્મરમાં ઘુસાડી દીધી બરછી

પેટમાં બરછી ઘુસાડી

ગામમાં બેની પ્રસાદના ખેતરમાં સોનું સેન એને રવિ પટેલ દારૂ પી રહ્યા હતા. જ્યારે બેની પ્રસાદે તેમને ના પાડી ત્યારે તેમણે તેમને માર માર્યો હતો.

જબલપુર : જબલપુરના મણિયારી ગામે દારૂ પીવાને લઇને ભારે વિવાદ થયો હતો. આ વિવાદમાં 3 લોકો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ બનાવમાં ઘાયલ થયેલા બે લોકોને સરકારી પનાગર આરોગ્ય કેન્દ્રના યુવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં પનાગર પોલીસ મથકે બંને પક્ષે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મણિયારી ગામમાં બેની પ્રસાદના ખેતરમાં સોનું સેન એને રવિ પટેલ દારૂ પી રહ્યા હતા. જ્યારે બેની પ્રસાદે તેમને ના પાડી ત્યારે તેમણે તેમને માર માર્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે, બંને જૂથોના વધુ લોકો આવી ગયા. થોડી વારમાં આ વિવાદે ભયંકર રૂપ ધારણ કર્યું. તેમાં બેની પ્રસાદ, સોનુ સેન અને રવિ પટેલને ઈજાઓ પહોંચી છે. આ પહેલા પણ ઇંડાની દુકાન ઉભા કરવા અંગે બંને પક્ષો વચ્ચેનો વિવાદ જૂનો છે.

ગ્રામજનોનો આરોપ - ગેરકાયદેસર દારૂ વેચવાનો અડ્ડો છે ગામમાં

આ વિવાદનું સાચું કારણ ગેરકાયદેસર દારૂ જણાવવામાં આવી રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મણિયારી ગામમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પોલીસ અને આબકારી વિભાગને પણ વારંવાર આ અંગે જાણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ આ તરફ ધ્યાન આપી રહી નથી. હાલ પનાગર પોલીસ મથકે બંને પક્ષે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

" isDesktop="true" id="1062852" >

રેતીને લઈ રણ થયો હતો વિવાદ

બીજી તરફ, નીમખેડા ઘાટ પર નાકા કર્મચારીઓને માર માર્યો હતો. નાકાકર્મીએ ઘાટ પરથી રેતી વહન કરતા હાઈવાને રોકી હતી અને રોયલ્ટી વિશે પૂછ્યું હતું. આ પછી ભારે હોબાળો મચાવ્યો હતો અને બે બાજુ લોકો હથિયારો સાથે ભેગા થયા હતા. લોહિયાળ સંઘર્ષની સંભાવનાને કારણે નજીકના પોલીસ મથકોની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. વિવાદ બાદ નાકા પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી.
First published:

Tags: Fight, Jabalpur, વાયરલ વીડિયો