'ઓ સાથી રે તેરા બીના ભી ક્યા જીના', પત્નીએ ભારતમાં કરી આત્મહત્યા, તો પતિએ જર્મનીમાં કરી લીધો આપઘાત

'ઓ સાથી રે તેરા બીના ભી ક્યા જીના', પત્નીએ ભારતમાં કરી આત્મહત્યા, તો પતિએ જર્મનીમાં કરી લીધો આપઘાત
નવ દંપત્તિએ આપઘાત કર્યો

માત્ર 4 મહિનાના લગ્ન જીવનની કરૂણ કહાની, સાત જન્મોના બંધનમાં બંધાયેલા નવદંપત્તિની કહાનીનો અંત આટલો ખરાબ હશે, કોઈ વિચારી પણ ન શકે

 • Share this:
  જબલપુર : માત્ર 4 મહિના પહેલા જ, સાત જન્મોના બંધનમાં બંધાયેલા નવદંપત્તિની કહાનીનો અંત આટલો ખરાબ હશે, કોઈ વિચારી પણ ન શકે. જબલપુરમાં કોઈ અંગત કારણોસર પત્નીએ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ જર્મનીમાં નોકરી કરતા તેના પતિને થતાં તેણે પણ જર્મનીમાં આપઘાત કરી લીધો.

  4 મહિના પહેલા જ લગ્ન થયા હતા  સાત સમુન્દર પાર બેઠેલા પતિને તેની પત્નીના વિદાયનું દુ: ખ સહન ન થઈ શક્યું. આ ચોંકાવનારી ઘટના જબલપુરના ગોરખપુર પોલીસ સ્ટેશનની છે. અહીં 4 મહિના પહેલા પંજાબથી જબલપુર આવેલી નવી પરિણીત મહિલાએ આત્મહત્યા કરી લીધી. 4 મહિના પહેલા ગોરખપુર પોલીસ સ્ટેશન અંતર્ગત રામપુર વિસ્તારમાં લગ્ન કરનાર નવજ્યોતે આજે ​​પોતાના જીવનને અલવિદા કહી દીધી છે. આ માહિતી તેના પતિને મળતાની સાથે જ તેણે પણ જર્મનીમાં આપઘાત કરી લીધો છે.

  આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

  નવજ્યોત ડિપ્રેશનમાં હતી!

  પોલીસના જણાવ્યા મુજબ, 28 વર્ષીય નવજ્યોત, જે હોશિયારપુર પંજાબની છે, 4 મહિના પહેલા જબલપુરના ગોરખપુર વિસ્તારમાં રહેતા સિમરન મક્કડ સાથે લગ્ન થયા હતા. સિમરન જર્મનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. અહીં સિમરનના પિતા હરવિંદર સિંઘ, તેની માતા અને એક બહેન રહે છે. તો નવજ્યોતના પિતા અને ભાઈ સેનામાં છે. હાલમાં તે મહુમાં પોસ્ટિંગ પર છે.

  આ પણ વાંચોરાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો

  નવજ્યોત માત્ર 10 દિવસ પહેલા જ પોતાની સાસરીમાં આવી હતી. તે થોડા દિવસથી ડિપ્રેશનમાં હતી અને થોડા દિવસો પહેલા તેની માતા સાથે ફોન પર વાત કર્યા પછી તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમિયાનમાં ખબર નથી કે શું થયું અને નવજ્યોતે આત્મહત્યા કરી અને આ દુ: ખમાં જર્મનીમાં બેઠેલો પતિ પોતાને રોકી શક્યો નહીં અને તેણે પણ આપઘાત કરી લીધો છે.

  આ પણ વાંચોભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

  પોલીસ તપાસ કરી રહી છે

  આ આપઘાત પાછળનું રહસ્ય શું છે, તે હાલમાં કહેવું મુશ્કેલ છે. પરંતુ યુવતીના પિતાએ તેના સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
  Published by:kiran mehta
  First published:May 09, 2021, 23:40 pm

  ટૉપ ન્યૂઝ