Home /News /national-international /દોસ્તી ભારે પડી: ખૂબ જ જરુરી કામ હોવાનું કહી દોસ્તની કાર લઈ ગયો, ગાડી ગિરવે મુકી રૂપિયા લઈ ફરાર થયો
દોસ્તી ભારે પડી: ખૂબ જ જરુરી કામ હોવાનું કહી દોસ્તની કાર લઈ ગયો, ગાડી ગિરવે મુકી રૂપિયા લઈ ફરાર થયો
દોસ્તે દગો કર્યો, કાર ગિરવે મુકી દીધી
હકીકતમાં જોઈએ તો, બિલહરીમાં રહેનાર સુમિત યાદવને દોસ્તી નિભાવવી ભારે પડી હતી. ગત મહિને એટલે કે, 2022ની ડિસેમ્બરની પહેલી તારીખે બરેલા નિવાસી તેનો દોસ્ત અભિષેક શ્રીપાલ તેના ઘરે ગયો અને ખૂબ જ જરુરી કામ હોવાનું કહીને તેની કાર માગી.
જબલપુર: મધ્ય પ્રદેશમાંથી આમ પણ એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળીને આપ પણ ચોંકી જશો, ત્યારે હવે તાજેતરમાં જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં જ એક જબલપુરમાંથી એક બસ કંડક્ટર પોતાનો મોબાઈલ ગુમ થતાં મુસાફરોથી ભરેલી આખી પોલીસ સ્ટેશને લઈને આવ્યો હતો. જો કે, બાદમાં કંડક્ટરને પોલીસે ફટકાર લગાવી હતી. હવે બીજો એક કિસ્સો આવ્યો છે, જ્યાં એક શખ્સે પોતાના મિત્રને એવી સરપ્રાઈઝ આપી કે, નવા વર્ષે પોલીસ સ્ટેશનને ચક્કર કાપવા પડ્યા. આરોપી શખ્સ પોલીસથી બચીને ભાગી રહ્યો છે.
હકીકતમાં જોઈએ તો, બિલહરીમાં રહેનાર સુમિત યાદવને દોસ્તી નિભાવવી ભારે પડી હતી. ગત મહિને એટલે કે, 2022ની ડિસેમ્બરની પહેલી તારીખે બરેલા નિવાસી તેનો દોસ્ત અભિષેક શ્રીપાલ તેના ઘરે ગયો અને ખૂબ જ જરુરી કામ હોવાનું કહીને તેની કાર માગી. વાયદો કર્યો કે, કામ થતાં જ સાંજે કાર પાછી આપી જઈશ. પણ તેણે વાયદો નિભાવ્યો નહીં અને ઉલ્ટા દોસ્ત સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી નાખ્યો.
દોસ્તની અમાનતને ગિરવે મુકી દીધી
સુમિતે દોસ્તી નિભાવતા અભિષેકની મદદ કરી. પોતાની નવી કાર તેણે અભિષેકને આપી દીધી. બાદમાં સાંજે કાર પાછી આવી જશે, તેની રાહ જોઈ રહ્યો હતો, પણ એક સાંજ થઈ, બીજી સાંજ અને એમ કરતા કરતા કેટલાય દિવસ પસાર થઈ ગયા. કાર માગનારો દોસ્ત કે કાર બેમાંથી એકેય પાછુ ન આવ્યું. તેનો કોન્ટેક્ટ પણ થતો નહોતો. જ્યારે સુમિતે પોતાની રીતે તપાસ કરાવી તો, જાણવા મળ્યું કે, તેની કાર તો અભિષેકે ક્યાંક ગિરવે મુકી છે.
પીડિત સુમિત યાદવ 2 જાન્યુઆરી 2023ના રોજ પોલીસ ચોકીએ પહોંચ્યો અને તેની સાથે છેતરપીંડી થઈ હોવાનો રિપોર્ટ લખાવ્યો. પોલીસે તપાસ કરી તો કેસ સાચો નીકળ્યો. ત્યાર બાદ પોલીસે કેસ નોંધી આરોપી દોસ્ત અભિષેક શ્રીપાલને શોધી રહી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર