Home /News /national-international /ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, બેકાબૂ બસે અનેક લોકોને કચડી નાંખ્યા; બસ ડ્રાઈવર સહિત 2નાં મોત,જુઓ વીડિયો
ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, બેકાબૂ બસે અનેક લોકોને કચડી નાંખ્યા; બસ ડ્રાઈવર સહિત 2નાં મોત,જુઓ વીડિયો
ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક
મધ્યપ્રદેશના જબલપુરમાં શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ચાલું બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ બેકાબુ બસે એક ઓટો, બાઇક અને સ્કૂટી સવારોને કચડીને આગળ વધી હતી. ડ્રાઈવર હરદેવ પાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા એક વૃદ્ધનું હોસ્પિટલમાં મોત થયું હતું. બે બાળકો સહિત 5 ઘાયલ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ચાલું બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ બેકાબુ બસે એક ઓટો, બાઇક અને સ્કૂટી સવારોને કચડીને આગળ વધી હતી. ડ્રાઈવર હરદેવ પાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા એક વૃદ્ધનું હોસ્પિટલમાં મોત થયું હતું. બે બાળકો સહિત 5 ઘાયલ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
આ ઘટના જબલપુરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ આધારતલથી રાનીતાલ જવા રવાના થઈ હતી. બસ દમોહ નાકા પાસે પહોંચી ત્યારે દુર્ઘટના બની હતી.
#जबलपुर
मेट्रो बस हादसे का सीसीटीवी फुटेज आया सामने.बस अचानक अनियंत्रित होकर दो पहिया वाहन चालकों पर चढ़ी.बस ड्राइवर को आया था हार्ट अटैक.ड्राइवर की हुई मौत.सीसीटीवी फुटेज में बस का कोहराम देखने को मिला.हादसे में 6 राहगीर हुए हैं घायल.@ABPNews@brajeshabpnews@jabalpurdmpic.twitter.com/XMKwmLBdfM
ડ્રાઈવર ડ્રાઈવિંગ સીટ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો
કોતવાલી પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને માહિતી મળતા જ સ્થળ પર પહોંચી ગઈ હતી. તે પહેલા જ સ્થળ પર હાજર લોકો ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. બસ ડ્રાઈવર હરદેવ પાલ પોતાની સીટ પર બેભાન હાલતમાં પડ્યા હતા. હરદેવને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ લાડુ પ્રસાદ ગૌર (60)નું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટના ચોકડી પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં બસ વાહનોને ટક્કર મારતી જોવા મળે છે. વાહન ચાલકોને કચડીને બસ આગળ વઘી રહી હતી. બાદમાં હસ ફૂટપાથ સાથે ટકરાતા ઉભી રહી જાય છે. ઘટના એટલી ઝડપથી બની કે કોઈને બચવાની તક પણ ન મળી.
ટ્રાન્સપોર્ટના વેપારી ઘરેથી નીકળ્યા, ફરી પાછા ફર્યા નહીં
અકસ્માતમાં વાહનની ટક્કરથી જીવ ગુમાવનાર લડ્ડુ પ્રસાદ ગૌરના સંબંધી ચેતન્યએ જણાવ્યું કે લાડુ પ્રસાદ એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન હતા. તેઓ કોઈ કામ માટે બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન ચારરસ્તા પર રેડ સિગ્નલ હતું. અન્ય વાહનોની સાથે લાડુ પ્રસાદ પણ ઉભા હતા. આ દરમિયાન અચાનક પાછળથી સ્પીડમાં આવેલી બસ વાહનોને કચડીને આગળ વધી હતી. તેમના પરિવારમાં એક પુત્રી, બે પુત્રો અને પત્ની છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર