Home /News /national-international /'હું તમને પ્રેમ કરું છું બાબુ, સ્વર્ગમાં મળીશ..' ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી પ્રેમીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

'હું તમને પ્રેમ કરું છું બાબુ, સ્વર્ગમાં મળીશ..' ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી પ્રેમીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

Jabalpur Lovers Social media post: જબલપુરમાં એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કર્યાના બીજા દિવસે સોશ્યલ મીડિયા પર જાણે દર્દભરી પોસ્ટ કરી જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, માફ કરજે બાબુ હું તને બહુ જ પ્રેમ કરું છું, આપણે હવે સ્વર્ગમાં મળીશું.

Jabalpur Lovers Social media post: જબલપુરમાં એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કર્યાના બીજા દિવસે સોશ્યલ મીડિયા પર જાણે દર્દભરી પોસ્ટ કરી જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, માફ કરજે બાબુ હું તને બહુ જ પ્રેમ કરું છું, આપણે હવે સ્વર્ગમાં મળીશું.

વધુ જુઓ ...
Jabalpur Murder Case: જબલપુરમાં એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કર્યાના બીજા દિવસે સોશ્યલ મીડિયા પર જાણે દર્દભરી પોસ્ટ કરી જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, માફ કરજે બાબુ હું તને બહુ જ પ્રેમ કરું છું, આપણે હવે સ્વર્ગમાં મળીશું.

આરોપીએ મર્ડર બાદ 4 દિવસમાં 5 જગ્યાઓ બદલી છે. પોલીસે આરોપીને પકડડવા માટે 4 ટીમો બનાવી છે. આરોપી પોલીસ આવે તે પહેલાં જ ભાગી ગયો હતો. તેણે પ્રેમિકાના સોશ્યલ મીડિયા એકાઉન્ટથી જ ફોટા અને વિડીયો અપલોડ કર્યા હતા.

આરોપી અભિષેક પાટીદારે પોસ્ટ કરેલા ફોટામાં શિલ્પા ઝારિયા તેની સાથે મોંઘી કારમાં બેઠેલી જોવા મળી રહી છે. સીટની પાસે 500-500 રૂપિયાની નોટોના પેકેટ પણ રાખવામાં આવ્યા છે. બંને સાથે ચાની પ્યાલી પણ રાખવામાં આવી છે. કહેવાય છે કે આ સેલ્ફી જૂની છે. આરોપીએ પ્રેમિકાને યાદ કરીને ફોટો પોસ્ટ કર્યો હતો. કેપ્શન લખતી વખતે તેણે માફી પણ માંગી હતી. બાદમાં આ ફોટો પણ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

જાણો આખી હકીકત

જબલપુરમાં મંગળવારે એટલે કે 8 નવેમ્બરના રોજ માખેલા રિસોર્ટની રૂમ નંબર 5માંથી રજાઇમાં લપેટાયેલી એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો. તેનું ગળું અને કાંડા ચિરાઈ ગયેલા મળી આવ્યા હતા. પલંગ પર લોહી હતું. જે સમયે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તે નગ્ન હાલતમાં મળી આવી હતી. મૃતકની ઓળખ શિલ્પા ઝારિયા તરીકે થઈ હતી. તે બે દિવસ પહેલા પોતાના પ્રેમી અભિષેક પાટીદાર સાથે શહેરથી 20 કિમી દૂર ન્યૂ ભેડાઘાટ રોડ પર આવેલા આ રિસોર્ટમાં આવી હતી.

આરોપીને હાઈ-ફાઈ લાઈફ જીવવાનો શોખ

આરોપી અભિષેક પાટીદાર હાઈ-ફાઈ જીવન જીવવાનો શોખીન છે. આરોપીએ સોશિયલ મીડિયા પર મોંઘીદાટ કાર સાથેનો ફોટો પણ અપલોડ કર્યો છે. બીજા ફોટામાં શિલ્પા ઝારિયા પણ બીજી કાર સાથે જોવા મળી રહી છે. બંને વાહનોના VIP નંબર BR01FU2498 અને BR01EQ2498 છે. આટલું જ નહીં તે ગળામાં સોનાની ચેન અને મોંઘી ઘડિયાળ પહેરે છે. લાખો રૂપિયાની રોકડ સાથે મર્સિડીઝ જેવી કાર પણ ચલાવે છે.

કેપ્શન વાંચીને પોલીસ સફાળી જાગી

ઘટનાના બીજા દિવસે સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા ફોટોના કેપ્શને પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. ફોટો કેપ્શનમાં લખ્યું- 'હું તમને પ્રેમ કરું છું બાબુ, હવે આપણે સ્વર્ગમાં મળીશું.' આરોપી અભિષેકે પબ્લિક પ્લેસના વાઇફાઇનો ઉપયોગ કરીને પ્રેમિકાના સોશ્યલ એકાઉન્ટ પરથી જ બધા ફોટા ઉપલોડ કર્યા છે. પોલીસને ડર છે કે આરોપી પોતાની કારમાં જ ફરી રહ્યો હોવાથી તે પોતાને કોઈ નુકસાન ન કરી દે.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ કરી રહેતા છે કોમેન્ટ

આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર મર્ડર કર્યાનો વિડીયો અપલોડ કર્યો છે, જેને હજારો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો અપલોડ થયા બાદ લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર શુભમ પટેલે કોમેન્ટ કરી છે, કે આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું- ભાઈ શું થયું છે, તે તો જણાવ. જો કે, સતત ફોટો-વિડિયો અપલોડ થયા બાદ સાયબર પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખી રહી છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી કોઈ જગ્યાએ રોકાઈને ગીતો પણ સાંભળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં સંગીત 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો...' વાગી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતીય પ્રેમી સાથે લગ્ન કરવા 4000 કિમી દૂરથી આવી બ્રિટિશ નર્સ, હિન્દુ ધર્મમાં છે અતૂટ વિશ્વાસ

એક જ છોકરીના 3 નામ અને માંગમાં સિંદૂર

અભિષેકે સોશિયલ મીડિયામાં શિલ્પાનો એક ફોટો પણ અપલોડ કર્યો છે, જેમાં તેની માંગ ભરેલી છે. જોકે, તેનું નામ શિલ્પા ઝારિયા છે, જ્યારે આરોપીના કબૂલાતના વિડીયોમાં શિલ્પા શર્મા નામ છે, જ્યારે તે જે હોટલમાં રોકાઈ હતી તેના રૂમ નંબર 5માં તેના આધાર કાર્ડમાં રાખી મિશ્રા નામનો ઉલ્લેખ હતો. તેની માંગમાં સિંદૂર પણ જોવા મળે છે. છોકરાએ અભિજીત પાટીદાર નામનું આઈડી પણ આપ્યું હતું. રિસોર્ટના કાઉન્ટર પર 1500 રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને રૂમ આપવામાં આવ્યો હતો.વિડીયોમાં કહ્યું- બેવફાઈ ન કરવી

શુક્રવારે સવારે એટલે કે હત્યાના 4 દિવસ બાદ આરોપી અભિષેક પાટીદારનો વિડીયો સામે આવ્યો છે. જેને આરોપીઓએ રિસોર્ટના રૂમ નંબર-5માં બનાવ્યો હતો. વિડીયોમાં તે ગુસ્સામાં કહે છે કે 'બેવફાઈ ન કરવી જોઈએ. પછી ગાળો આપતાં કહે છે, બેવફાઈ કરનારાની આવી હાલત થાય છે. વિડીયોમાં પંજાબી ગીત પણ વાગી રહ્યું છે.
First published:

Tags: Crime news, Girl Murder, Jabalpur, Love story