Home /News /national-international /

air india flight slipped : જબલપુરમાં રનવે પર લપસી એર ઇન્ડિયાની ફ્લાઇટ, પાયલટની સુઝબુઝથી ટળી મોટી દુર્ઘટના, 50 પેસેન્જર્સ હતા સવાર

air india flight slipped : જબલપુરમાં રનવે પર લપસી એર ઇન્ડિયાની ફ્લાઇટ, પાયલટની સુઝબુઝથી ટળી મોટી દુર્ઘટના, 50 પેસેન્જર્સ હતા સવાર

દુર્ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા

jabalpur air india flight slipped - જાણકારી પ્રમાણે આ ફ્લાઇટ દિલ્હીથી જબલપુર અને પછી બિલાસપુર જવાની હતી

    જબલપુર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)જબલપુરમાં (Jabalpur)ડુમના એરપોર્ટ પર શનિવારે મોટી વિમાન દુર્ઘટના ટળી છે. પાયલટની સુઝબુઝથી 50 યાત્રીઓના જીવ બચી ગયા છે. શનિવારે બપોરે 1.20 કલાકેથી દિલ્હીથી જબલપુર પહોંચેલી એર ઇન્ડિયાની (air india)ફ્લાઇટ AI-9617 લેન્ડિંગ દરમિયાન રનવેથી ફિસલી ( flight slipped )ગઈ હતી. જેના કારણે ફ્લાઇટ મેદાનમાં ઉતરી ગઇ હતી. જોકે પાયલટે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવ્યું ન હતું.

    જાણકારી પ્રમાણે આ ફ્લાઇટ દિલ્હીથી જબલપુર અને પછી બિલાસપુર જવાની હતી. દુર્ઘટના પછી એરપોર્ટ પ્રબંધન તત્કાલ હરકતમાં આવ્યું અને ફ્લાઇટ પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર લગભગ 35 યાત્રીઓને બસ દ્વારા એરપોર્ટ લાઉન્જ સુધી પહોંચાડ્યા હતા. આ પછી દુર્ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા. દુર્ઘટનાને લઇને અધિકારી કશું કહેવાની સ્થિતિમાં નથી.



    આ પણ વાંચો - કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

    થોડીવાર માટે એરપોર્ટ સીલ

    આ પછી એરપોર્ટને થોડા સમય માટે સીલ કરી દીધું હતું કેટલીક ઉડાન રદ કરી દીધી હતી. કેન્સલ થયેલી ફ્લાઇટોમાં 6E 7307, 6E 6974, 6E 2073, SG 3006, SG 3024, 6E 6973, 6E 2071, SG 3012 નો સમાવેશ થતો હતો.

    થોડા દિવસો પહેલા કાનપુર એરપોર્ટ કોસ્ટગાર્ડનું એક વિમાન લેન્ડિંગના સમયે એન્જીન ફેઇલ થયું હતું

    ઉલ્લેખનીય છે કે દેશમાં વિમાન દુર્ઘટના વધી રહી છે ગત સપ્તાહે ઉત્તર પ્રદેશના કાનપુર એરપોર્ટ કોસ્ટગાર્ડનું એક વિમાન લેન્ડિંગના સમયે એન્જીન ફેઇલ થઇ ગયું હતું. જેના કારણે વિમાન અસંતુલિત થયું હતું. વિમાન રનવે છોડીને ભાગવા લાગ્યું હતું. જોકે તે સમયે પણ મોટી દુર્ઘટના થઇ ન હતી. રન-વે પરથી ઉતર્યા પછી વિમાન થોડું આગળ જઈને રોકાઇ ગયું હતું. જેમાં કોઇ પ્રકારનું નુકસાન થયું ન હતું. વિમાનના લેન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    બતાવવામાં આવી રહ્યું છે કે વીડિયો ગત મંગળવારનો છે. જાણકારી પ્રમાણે વિમાન ચેન્નઇથી કાનપુર આવી રહ્યું હતું. અચાનક લેન્ડિંગ સમયે કોસ્ટગાર્ડ વિમાન અસંતુલિત થયા પછી રનવેથી ભટકી ગયું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે વિમાનના ડાબા એન્જીને લેન્ડિંગ પછી કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પહેલા પણ દેશમાં ઘણા સ્થાને દુર્ઘટના થઇ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Flights, Madhya pradesh

    આગામી સમાચાર