જે પી નડ્ડા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ, પાર્ટી ચીફ અમિત શાહ જ રહેશે

News18 Gujarati
Updated: June 17, 2019, 11:17 PM IST
જે પી નડ્ડા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ, પાર્ટી ચીફ અમિત શાહ જ રહેશે
આજે મળેલી સંસદીય બેઠકમાં સર્વસંમત્તિથી જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે મળેલી સંસદીય બેઠકમાં સર્વસંમત્તિથી જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • Share this:
અમિત શાહની જગ્યાએ બીજેપીના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તે ચર્ચા પરથી લગભગ પડદો હટી ગયો છે. આજે મળેલી સંસદીય બેઠકમાં સર્વસંમત્તિથી જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે નવી દિલ્હી ખાતે બીજેપીની સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાના નામની પસંદગી કરવામાં આવી છે.

આ મુદ્દે રાજનાથ સિંહે માહિતી આપતા જણાવ્યું કે, બીજેપીની સંસદીય દળની બેઠકમાં બીજેપીનો કાર્યભાર સંભાળવા માટે સર્વસંમત્તિથી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાને બનાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા.તમને જણાવી દઈએ કે, હાલમાં બીજેપી અધ્યક્ષ તરીકે અમિત શાહ છે. પરંતુ, તેમને ગૃહમંત્રી બનાવ્યા બાદ તેમની જગ્યા પર કોને સ્થાન મળશે તે મુદ્દે કેટલાક દિવસથી ચર્ચા જોર શોર પર હતી. જોકે, ડિસેમ્બર સુધી અમિત શાહ જ બીજેપીના અધ્યક્ષ રહેશે. એટલે કે, ડિસેમ્બર સુધી જે પી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવશે.

મંત્રી પદ ન મળ્યા બાદથી થઈ રહી હતી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના પહેલા કાર્યકાળમાં જે પી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે. આ સરકારમાં તેમને કેબિનેટ પદ મળ્યું ન હતું. ત્યારબાદથી માનવામાં આવી રહ્યું હતું કે, તેમને કોઈ મોટુ પદ મળી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ સમયથી નડ્ડાને પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો. જોકે, અમિત શાહ અગામી 6 મહિના સુધી પાર્ટી અધ્યક્ષ રહેશે અને આ વર્ષના અંતમાં યોજાનાર મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરતા રહેશે.

કોણ છે નડ્ડા
હિમાચલ પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારમાંથી આવતા જે પી નડ્ડાની પાર્ટીના મોટા નેતાઓમાં ગણતરી થાય છે. નડ્ડા ભાજપાની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વસનિય ચહેરો માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા 58 વર્ષીય નડ્ડા પોતાની લો-પ્રોફાઈલને બનાવી રાખવાના કારણે કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ થયા છે. હવે પાર્ટી અને સરકાર વચ્ચે સામંજ્યસ બનાવીને કામ કરવા અને અમિત શાહના એજન્ડાને આગળ લઈને જશે.

 
First published: June 17, 2019
વધુ વાંચો
अगली ख़बर