નમસ્તે ટ્રમ્પ પરિવાર : ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પની સાથે દીકરી ઈવાન્કા પણ ભારત આવશે

News18 Gujarati
Updated: February 21, 2020, 2:37 PM IST
નમસ્તે ટ્રમ્પ પરિવાર : ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પની સાથે દીકરી ઈવાન્કા પણ ભારત આવશે
ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કાની આ બીજી ભારત મુલાકાત હશે, 2017માં હૈદરાબાદમાં બિઝનેસ સમિટમાં લીધો હતો હિસ્સો

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કાની આ બીજી ભારત મુલાકાત હશે, 2017માં હૈદરાબાદમાં બિઝનેસ સમિટમાં લીધો હતો હિસ્સો

  • Share this:
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. હવે તેમના ભારતના પ્રવાસ દરમિયાન તેમની દીકરી ઈવાન્કા ટ્રમ્પ (Ivanka Trump) પણ આવી શકે છે તેવા અહેવાલ ન્યૂઝ એજન્સી તરફથી આવી રહ્યા છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલનિયા ટ્રમ્પની સાથે તેમની દીકરી ઇવાન્ક ટ્રમ્પ પણ ભારત આવી શકે છે. આ ઈવાન્કા ટ્રમ્પનો બીજો ભારત પ્રવાસ હશે. આ પહેલા ઈવાન્કા વર્ષ 2017માં હૈદરાબાદમાં યોજાયેલા ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે આવી હતી.

ભારત પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને જમાઈ ઉપરાંત એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હશે. તેમની સાથે અમેરિકાના બિઝનેસ પ્રતિનિધિઓ રૉબર્ટ લાઇથિજર, એનએસએ રોબર્ટ ઓ બ્રાયન, સચિવ સ્ટીવ મનૂચીન, કોમર્સ સચિવ રૉસ અને મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલયના ડાયરેક્ટર માઇક મુલવાને પણ હશે.

જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઈ કે ઈવાન્કાના આ પ્રવાસનો એજન્ડા શું છે. નોંધનીય છે કે ઈવાન્ક અનેક પ્રસંગે પીએ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ભારત (India)ના ખૂબ વખાણ કરી ચૂકી છે.


આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પ ભારત લઈને આવી રહ્યા છે સૌથી ખતરનાક 'ફુટબોલ', જાણો શું છે તેમાં ખાસ

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પહેલીવાર ભારતના પ્રવાસે 24 અને 25 ફેબ્રુઆરીએ આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદ (Ahmedabad)માં મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) ખાતે 'નમસ્તે ટ્રમ્પ' (Namaste Trump) કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અમેરિકાના હાઉડી મોદી કાર્યક્રમ અનુસાર આયોજિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે 1 કરોડ લોકો તેમનું અભિવાદન કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પના પાંચ બાળકો છે. ઈવાન્કા ટ્રમ્પ એક સફળ બિઝનેસ વુમન છે અને ફેશન મૉડલ પણ રહી ચૂકી છે. ઈવાન્કા ટ્રમ્પની પહેલી પત્નીનું બીજું સંતાન છે. ઈવાન્કાએ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. ઈવાન્કા ત્રણ બાળકોની માતા પણ છે. આ પહેલા તે હૈદરાબાદ પ્રવાસે આવી ચૂકી છે.

આ પણ વાંચો, મુંબઈમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રાઇવેટ પ્લનને 3 કલાક સુધી ઉડવાની મંજૂરી કેમ નહોતી મળી?
First published: February 21, 2020, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading