ઈવાન્કા ટ્રમ્પની સુરક્ષામાં ભારત આવી USથી બુલેટપ્રુફ લિમોજીન, ગુપ્ત રખાઈ આ વાતો

  • Share this:
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપની દિકરી ઈવાન્કા કાલે ભારત આવી રહી છે. તે 28થી 30 નવેમ્બર સુધી હૈદરાબાદમાં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેશે. હૈદરાબાદ પુલિસે ઈવાન્કા સહિત 150 દેશના પ્રતિનીધિઓની સુરક્ષા માટે 10 હજાર જવાનો તૈનાત કરાયા છે.

એક મીડિયા રિપોર્ટનું માનીએ તો ઈવાન્કાની સુરક્ષા ત્રણ ઘેરોમાં હશે. સૌથી અંદરના ઘેરામાં યુનાઈટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસના (USSS) જવાનો સુરક્ષિત કરશે. જ્યારે બાકી બે ઘેરોમાં હૈદરાબાદ પોલિસની સિક્યુરિટી રહેશે. સૌથી મોટી વાત એ છે કે ઈવાંકા સાથે બધા નહીં મળી શકે. તેમને મળનારની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. લિસ્ટમાં અપાયેલ નામો સિવાયના કોઈને પણ ત્યાં એન્ટ્રી નહીં મળે.

ફિલહાલ એ ગુપ્ત રખાયું છે કે ઈવાન્કા હૈદરાબાદની કઈ હોટલમાં રોકાશે. એક સિનિયર અધિકારી પ્રમાણે ઈવાન્કાને રોકાવવા માટે કેટલીક ફાઈવ સ્ટાર હોટલ્સની બુકીંગ થઈ છે. હોટલના જે પણ ફ્લોર પર ઈવાન્કા રહેશે તેની ઉપર અને નીચેના ફ્લોર પર કોઈને પણ રોકાવવા નહીં દેવામાં આવે.

હોટલમાં સુરક્ષા એટલી હશે કે ત્યાં આવનારી શાકભાજીથી લઈને દરેક વસ્તુઓને ચેક કરવામાં આવી રહ્યું છે. સૂત્રોની માનીએ તો ઈવાન્કાના કાફલા માટે યુએસ સિક્રેટ સર્વિસે ત્રણ બખતરબંધ બુલેટપ્રુફ લિમોજીન કારો પણ ભારત મોકલાઈ છે. તે શમશાબાદ એરપોર્ટથી બહાર આવીને આ જ કારમાં હોટલ પહોંચશે. આ પછી વડાપ્રધાન અને ઈવાન્કા હૈદરાબાદ ઈન્ટરનેશનલ ક્નવેંશન સેન્ટર જશે અને રાતે ડિનર માટે પ્રખ્યાત હોટલ ફલકનુમા પેલેસ જશે
First published: