Home /News /national-international /IIT-JEE પેપર લીક કેસ: દિલ્હી એરપોર્ટ પર પકડાયો રશિયન હેકર, CBI કરી રહી છે પૂછપરછ

IIT-JEE પેપર લીક કેસ: દિલ્હી એરપોર્ટ પર પકડાયો રશિયન હેકર, CBI કરી રહી છે પૂછપરછ

IIT-JEE પેરર લીક કેસ: દિલ્હી એરપોર્ટ પર પકડાયો રશિયન હેકર, CBI કરી રહી છે પૂછપરછ.

આઈઆઈટી જેઈઈ(IIT-JEE)ની મુખ્ય પરીક્ષા દરમિયાન સોફ્ટવેરને કથિત રીતે હેક કરીને પેપરને લીક કરવાના મામલામાં આરોપી રશિયન નાગરિક ભારતમાંથી ભાગવાની કોશિશ કરતો હતો. જોકે તેને એરપોર્ટ પર પકડી લેવામાં આવ્યો છે. CBI તેની પૂછપરછ કરી રહી છે.

    નવી દિલ્હીઃ આઈઆઈટી જેઈઈ(IIT-JEE)ની મુખ્ય પરીક્ષા દરમિયાન સોફ્ટવેરને કથિત રીતે હેક કરીને પેપરને લીક કરવાના મામલામાં આરોપી રશિયન નાગરિક ભારતમાંથી ભાગવાની કોશિશ કરતો હતો. જોકે તેને એરપોર્ટ પર પકડી લેવામાં આવ્યો છે. CBI તેની પૂછપરછ કરી રહી છે.

    એરપોર્ટ પર જ થઈ ધરપકડ

    સીબીઆઈ સાથે જોડાયેલા સૂત્રોએ માહિતી આપતા કહ્યું કે એક રશિયન નાગરિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેઈઈ મેન્સ 2021 પેપર લીક મામલામાં તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો, જેના આધાર પર કજાકિસ્તાનથી દિલ્હી એરપોર્ટ પહોંચવા તેની ધરપકડ કરવામાં આવી. તે પેપર લીક માટે સોફ્ટવેર સાથે છેડછાડ કરનાર મુખ્ય હેકર હતો.

    સોફ્ટવેર સાથે કરી હતી છેડછાડ

    સીબીઆઈના જણાવ્યા મુજબ, આઈઆઈટી જેઈઈ પેપર લીક કેસની તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે કેટલાક વિદેશી નાગરિક જેઈઈ સહિત ઘણી ઓનલાઈન પરીક્ષામાં ગોટાળો કરવામાં સામેલ હતો. આ દરમિયાન રશિયન નાગરિકની ભૂમિકાનો ખુલાસો થયો હતો, જેણે કથિત રીતે સોફ્ટવેરની સાથે છેડછાડ કરી હતી અને તેણે પરીક્ષા દરમિયાન શંકાસ્પદ ઉમેદવારની કમ્પ્યુટર સિસ્ટમને હેક કરવામાં મદદ કરી હતી. તેના પગલે રશિયન નાગરિકની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર ઈસ્યુ કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: Russia School Firing: રશિયાની સ્કૂલમાં ગોળીબાર, 9 લોકોના મોત તો 20થી વધુ ઘાયલ; હુમલાખોરની આત્મહત્યા

    જેઈઈની ઓનલાઈન પરીક્ષામાં ગોટાળાનો હતો આરોપ

    એક ખાનગી શિક્ષણ સંસ્થામાં ચાલી રહેલી જેઈઈ પરીક્ષા 2021માં અનિયમિતતાઓના આરોપમાં તે કંપની, તેના નિર્દેશકો અને ત્રણ કર્મચારીઓ, ત્રણ દલાલો સહિત ઘણા અન્યની વિરુદ્ધ 1 સપ્ટેમ્બર 2021ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની પર આરોપ હતો કે તે જેઈઈની ઓનલાઈન પરીક્ષામાં ગોટાળો કરી રહ્યાં હતા. આ લોકોએ દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં એડમિશન અપાવવા માટે પરીક્ષાર્થીઓ પાસેથી મોટી રકમ લીધી હતી અને હરિયાણાના સેનીપત સ્થિત એક પરીક્ષા કેન્દ્ર પર રિમોટ એક્સેસ દ્વારા તેમનું પેપર લખી રહ્યાં હતા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: CBI Case, Entrance Exams, Exam

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन