Home /News /national-international /

VIDEO : વાઘને મારવાની સલાહ પર PM મોદી, 'મારા સંસ્કાર આવા નથી'

VIDEO : વાઘને મારવાની સલાહ પર PM મોદી, 'મારા સંસ્કાર આવા નથી'

મેન vs વાઈલ્ડનો બીજો પ્રોમો લોન્ચ

આ જંગલમાં વાઘ, હાથી, મગરમચ્છ અને સાંપ ખુબ મળી આવે છે. દુનિયાભરમાં લોકો બેયર ગ્રિલ્સની સાથે પીએમ મોદીની એડવેન્ચર યાત્રાને જોવા માટે ઉત્સુક છે.

    ડિસ્કવરી ચેનલે મેન વર્સિઝ વાઈલ્ડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીવાળો પોતાનો અગામી સ્પેશ્યલ એપિસોડનો પ્રોમો વીડિયો શેર કર્યો. આ પ્રોમો વીડિયો 4 મિનીટનો છે. તેમાં હોસ્ટ બેયર ગ્રિલ્સ ઉત્તરાખંડના જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં પીએમ મોદી સાથે ફરતો જોવા મળી રહ્યો છે. હિમાલય પર વસેલા આ જંગલમાં વાઘ, હાથી, મગરમચ્છ અને સાંપ ખુબ મળી આવે છે. દુનિયાભરમાં લોકો બેયર ગ્રિલ્સની સાથે પીએમ મોદીની એડવેન્ચર યાત્રાને જોવા માટે ઉત્સુક છે.

    આ નવા પ્રોમોમાં બેયર ગ્રિલ્સ પીએમ મોદીને એ જણાવે છે કે, ભલે તમે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના પ્રધાનમંત્રી હોય, પરંતુ અહીં માત્ર જંગલનું રાજ ચાલે છે.

    આ પ્રોમો વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સને જણાવે છે કે, વન્ય જીવને ખતરનાક ન માનવા જોઈએ. તેમણે પોતાના બાળપણના દિવસોમાં જંગલમાં વિતાવેલા દિવસોની પણ વાત કરી. બેયર ગ્રિલ્સ પીએમ મોદીને કહે છે કે, તમે ભારતના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો અને મારૂ કામ તમારી રક્ષા કરવાનું છે.

    પીએમ મોદીને ભાલો આપતા બેયર કહે છે કે, જો કોઈ વાઘ તમારી તરફ આવે, તો તમારે આ ભાલાથી તેના પર હુમલો કરવાનો છે. ત્યારબાદ પીએમ મોદી કહે છે કે મારા સંસ્કાર મને મારવાની મંજૂરી નથી આપતા. ત્યારબાદ બેયર ભાલો પાછો લેવા લાગે છે તો, મોદી કહે છે કે, આ તમારા માટે હું મારી પાસે રાખીશ.



    આ ચેનલમાં પીએમ મોદીને સ્ટંટ કરતા જોઈ શકશો તમે
    આ શોને એક સાથે ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી HD વર્લ્ડ, એનિમલ પ્લેન્ટ, ડિસ્કવરી સાયન્સ, એનિમલ પ્લેનેટ HD વર્લ્ડ, TLC, TLC HD વર્લ્ડ, જીત પ્રાઈમ, જીત પ્રાઈમ HD, ડિસ્કવરી સાયન્સ, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ડી તમિલ પર જોવા મલશે. આ શો 180 દેશોમાં જોઈ શકાશે.

    12 ઓગસ્ટ રાત્રે 9 કલાકે પ્રસારિત થશે શો
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેન Vs વાઈલ્ડના 12 ઓગસ્ટના શોમાં જોવા મળશે. આ શોનું પૂરૂ શૂટિંગ જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં થયુ છે. જિમ કાર્બેટ પાર્ક ઉત્તરાખંડના નૈનિતાલમાં છે અને આ રોયલ બેંગાલ ટાઈગર્સ માટે ફેમસ છે. ડિસ્કવરી ચેનલ્સ પર 12 ઓગસ્ટના રોજ આ શો રાત્રે 9 વાગ્યે આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેન Vs વાઈલ્ડને કેટલીએ અન્ય હસ્તીઓ સાથે હોસ્ટ કર્યું છે. તેની સાથે જંગલોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ટેનિસ પ્લેયર રોજર ફેડરર, હોલિવુડ સ્ટાર કેટ વિંસલેટ પણ સામેલ છે. બેયર ગ્રિલ્સ એક પૂર્વ સ્પેશ્યલ ફોર્સ કમાન્ડો રહી ચુક્યા છે. કર્નલ બેયર ગ્રિલ્સ રોયલ મરીન કમાન્ડો રહી ચુક્યા છે, અને તે વર્લ્ડ સ્કાઉટ મૂવમેન્ટના પહેલા ચીફ એમ્બેસેડર છે. બેયર ગ્રિલ્સે 85 પુસ્તકો પણ લખ્યા છે, જેમાં સ્વેટ એન્ડ ટિયર્સ બેસ્ટ સેલર રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 4 min preview, Bear Grylls, Its not my culture kill, MAN VS WILD, New, Pm modi in man vs wild, Tells, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन