Home /News /national-international /

જો સરદાર પટેલ જીવતા રહ્યા હોત તો શું સાચે જ પહેલાં જ આઝાદ થઇ ગયું હોત ગોવા

જો સરદાર પટેલ જીવતા રહ્યા હોત તો શું સાચે જ પહેલાં જ આઝાદ થઇ ગયું હોત ગોવા

ગોવા લગભગ 450 વર્ષો સુધી પોર્ટુગીઝોના હાથ હેઠળ રહ્યું હતું. ભારતના જવાનોએ 36 કલાકના ખાસ ઓપરેશન બાદ 19 ડિસેમ્બર, 1961માં ગોવાને આઝાદ કરાવ્યું હતું

Goa news - શું સરદાર પટેલ ખરેખર આવું કરી શક્યા હતા અથવા તેમણે તેમના જીવનકાળ દરમિયાન ગોવાની આઝાદી માટે કોઈ પહેલ કરી હતી? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે ઇતિહાસમાં થોડું પાછળ જવું પડશે

ભારત દેશની આઝાદીના ઇતિહાસના પાનાઓમાં આજે પણ એવા સવાલો છૂપાયેલા છે જેનો જવાબ સૌ કોઇ જાણવા માંગે છે. હાલમાં જ ગોવામાં (Goa)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi in Goa)એ એક ભાષણમાં સરદાર પટેલ (Sardar Vallabh Bhai Patel)નો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જો સરદાર વલ્લભ પટેલ જીવિત હોત તો દેશનો આ ભાગ પોર્ટુગીઝો પાસેથી ક્યારનું આઝાદ (Goa Freedom) થઇ ચૂક્યું હોત. ગોવા લગભગ 450 વર્ષો સુધી પોર્ટુગીઝોના હાથ હેઠળ રહ્યું હતું. ભારતના જવાનોએ 36 કલાકના ખાસ ઓપરેશન બાદ 19 ડિસેમ્બર, 1961માં ગોવાને આઝાદ કરાવ્યું હતું.

શું સરદાર પટેલ ખરેખર આવું કરી શક્યા હતા અથવા તેમણે તેમના જીવનકાળ દરમિયાન ગોવાની આઝાદી માટે કોઈ પહેલ કરી હતી? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે ઇતિહાસમાં થોડું પાછળ જવું પડશે. આઝાદી પછી ગૃહમંત્રી સરદાર પટેલ અને કેપીએસ મેનન રજવાડાઓને એકીકૃત કરવાના પ્રયાસમાં લાગ્યા હતા.

1948 સુધીમાં થઇ ચૂક્યું હતું વિલયનું કામ

ફેબ્રુઆરી, 1948ની વચ્ચે આ કામ સરદાર પટેલે લગભગ પૂર્ણ કરી લીધુ હતું. પટેલે તમામ દેશી રજવાડાઓને ભારતમાં જોડીને સંઘની સ્થાપના કરી. કાશ્મીર અને જૂનાગઢનો પણ ભારતમાં વિલય થઇ ચૂક્યો હતો. હૈદરાબાદ હજુ પણ અલગ અસ્તિત્વ ધરાવતું હતું અને નિઝામ ભારતમાં વિલય નહીં કરવાના નિર્ણય પર અડગ હતા.

પરંતુ સરદાર પટેલને પણ હાર માનવી ક્યાં પસંદ હતી. વર્ષ 1948ના અંત સુધીમાં તેમણે નિઝામને ઝુકવા માટે દબાણ કર્યું અને હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું હતું. 30 માર્ચ, 1949ના રોજ તેમણે જયપુર, જોધપુર, બિકાનેર અને જેસલમેરને ભેળવીને ગ્રેટર રાજસ્થાન યુનિયનની રચના કરી હતી.

આ પણ વાંચો - Explained: 21 ડિસેમ્બરના સૌથી ટૂંકા દિવસ પછી કેમ વધે છે ઠંડી અને સૂર્યથી અંતર, જાણો

વર્ષ 1950માં સેન્ટર ફોર ફોરેન અફેર્સ પરની એક બેઠકમાં સરદાર પટેલે ગોવાની આઝાદી વિશે એક નિવેદન આપ્યું હતું. પરંતુ નેહરુએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો હવાલો આપ્યો હતો.

પોંડિચેરી અને ગોવાનો વિલય

હજુ પણ ભારતમાં પોંડિચેરી અને ગોવાનો વિલય બાકી હતો. ચોક્કસ આ બંને સ્થિતિ પટેલના મનમાં ક્યાંકને ક્યાંક રહી હશે. પરંતુ આ બંને રાજ્યો આંતરરાષ્ટ્રીય વિષયો હતા તેથી તેઓ પટેલના વિભાગ સાથે સંબંધિત ન હતા.

1950માં કેન્દ્ર સરકારની ફોરેન રિલેશન્સ કમિટી ગોવાની સમસ્યા પર ચર્ચા કરી રહી હતી. આ મિટિંગ બે કલાક સુધી ચાલી હતી


ગોવા સંબંઘી મિટિંગમાં પટેલે શું કહ્યું?

1950માં કેન્દ્ર સરકારની ફોરેન રિલેશન્સ કમિટી ગોવાની સમસ્યા પર ચર્ચા કરી રહી હતી. આ મિટિંગ બે કલાક સુધી ચાલી હતી. સરદાર તેમાં રસ દાખવતા ન હતા. રાજમોહન ગાંધીના પુસ્તક પટેલ અ લાઈફમાં કહેવાયું છે કે, “આ સભામાં પટેલ જાણે ઊંઘતા હોય તેમ આંખો બંધ કરીને બેઠા હતા. અચાનક સજાગ થઇને તેમણે કહ્યું કે, ગોવામાં ઘૂસવુ છે? આ કામ માત્ર બે કલાકનું કામ છે. તેના પર નેહરુંએ વાંધો ઉઠાવ્યો. કારણ કે આ મામલો આંતરરાષ્ટ્રીય રીતે જોડાયો હતો. સરદાર પટેલે પોતાનો આગ્રહ છોડી દીધો અને ફરી મૌન બેસી ગયા હતા.

આ પણ વાંચો - PM Modi in Prayagraj: યૂપી ચૂંટણી પહેલા 16 લાખ મહિલાઓને ભેટ, PM મોદીએ ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, જાણો ભાષણની ખાસ વાતો

યુરોપીય દેશોએ કર્યો ભારતનો વિરોધ

આ ઘટનાના સાક્ષી રહેલા કેપીએસ મેનને પોતાના પુસ્તકમાં લખ્યું કે, આ ઘટનાના 12 વર્ષ બાદ જ્યારે નહેરૂના નેતૃત્વમાં સેનાએ ગોવામાં પ્રવેશ કર્યો, ત્યારે બે કલાકથી વધુનો સમય લાગ્યો. પરંતુ ભારતના આ પગલાંનો યુરોપીય દેશોએ વિરોધ કર્યો.

સંયુક્ત રાષ્ટ્રમાં અનેક દેશો ભારતની વિરુદ્ધ હતા


સંયુક્ત રાષ્ટ્રમાં અનેક દેશો ભારતની વિરુદ્ધ

અમેરિકા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે 07 સભ્યોની સુરક્ષા પરિષદમાં ભારતના આ પગલાનો વિરોધ કર્યો હતો. જો કે તે સમયે શ્રીલંકા, લાઇબેરિયા, સંયુક્ત આરબ અમીરાત ખુલ્લેઆમ ભારત સાથે આવ્યા હતા. તેણે પોર્ટુગલને અપીલ કરી કે તે આ મામલે ભારત વિરુદ્ધ કોઈ પગલું ન ભરે. બ્રિટન, અમેરિકા, તુર્કી, ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ એક નિવેદન બહાર પાડીને ભારત પાસેથી તાત્કાલિક યુદ્ધવિરામની અને તેમની સેના પરત કરવાની માંગ કરી હતી.

સોવિયત સંઘ આવ્યુ ભારતની સાથે

સૌથી મોટી વાત એ થઈ કે સોવિયત સંઘે આ મામલે ભારતને ખુલ્લેઆમ સમર્થન આપ્યું અને આ વિરોધ પ્રસ્તાવ રદ થઇ ગયો. જો કે ભારતે આ મામલે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી કૃષ્ણ મેનનને મોકલવામાં આવ્યા હતા. જોકે, તે કદાચ ભારતની કૂટનીતિ હતી કે પોર્ટુગલે પોતે આ મામલો યુનાઇટેડ નેશન્સ સમક્ષ ન ઉઠાવવાનો નિર્ણય લીધો હતો. આ રીતે ગોવા ભારતનો ભાગ બની ગયું હતું.
Published by:Ashish Goyal
First published:

Tags: Sardar Vallabh Bhai Patel, ગોવા, પીએમ મોદી

આગામી સમાચાર