Home /News /national-international /ચૂંટણી ભાજપ અને મહાગઠબંધન વચ્ચે હશે, કોંગ્રેસ ચિત્રમાં નથી: પ્રશાંત કિશોર

ચૂંટણી ભાજપ અને મહાગઠબંધન વચ્ચે હશે, કોંગ્રેસ ચિત્રમાં નથી: પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરની ફાઇલ તસવીર

પ્રશાંત કિશોર એવુ માને છે કે, પ્રિયંકા ગાંધીની રાજકારણમાં આવવાની જરૂર હતી અને તેમના આવવાથી કોંગ્રેસ મજૂબત બનશે અને ફરી વખત બેઠી થશે.

  જનતા દળ (યુનાઇટેડ)નાં વાઇસ-પ્રેસિડેન્ટ પ્રશાંત કિશોરએ કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણી ભાજપ અને મહાગઠબંધન વચ્ચે રહેશે. કોંગ્રેસ સક્ષમ પક્ષ નથી અને કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. કોંગ્રેસ મજબૂત વિપક્ષ નથી.

  પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર છે અને હાલ જનતાદળ (યુનાઇટેડ) સાથે જોડાયેલા છે.  પ્રશાંત કિશોર એવુ માને છે કે, પ્રિયંકા ગાંધીની રાજકારણમાં આવવાની જરૂર હતી અને તેમના આવવાથી કોંગ્રેસ મજૂબત બનશે અને ફરી વખત બેઠી થશે.
  પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશનાં પૂર્વ વિસ્તારની જવાબદારી આપવામાં આવી છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દેશમાં નહેરુ-ગાંધી પરિવારનાં મજબૂત નેતાને વારસામાં રાજકારણ મળ્યુ છે. લોકસભા ચૂંટણી પહેલા તેમના રાજકારણનાં પ્રવેશથી એક નવી રાજનીતિની શરૂઆત થઇ છે.

  જ્યારે એમ પુછવામાં આવ્યુ કે, પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સક્ષમ રીતે વિરોધ કરી શકશે ? આ સવાલનાં જવાબમાં કહ્યું કે, આ કહેવું વહેલુ ગણાશે. પ્રિયંકા ગાંધીને રાજકારણમાં થોડા વર્ષો આપવા જોઇએ અને ત્યાર પછી તેમના રાજકારણ વિશે અભિપ્રાય બાંધી શકાય.”

  જો કે, પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે સરખામણી વિશે કોઇ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યુ હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં છે અને પ્રિયંકા ગાંધી હજુ હમણાં જ રાજકારણમાં આવ્યા છે. એટલા માટે, બંને વચ્ચે સરખામણી કરવી યોગ્ય નથી.

  એક અહેવાલ પ્રમાણે, 2016માં,. પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રીનાં ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે પ્રયાસો કર્યા હતા પણ પાર્ટીનાં નેતાઓ વચ્ચે સહમતી સધાઇ નહોતી.
  પ્રશાંત કિશોરે કહ્યું કે, પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીની વર્ષોથી રાહ જોવાઇ રહી હતી.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Priyanka gandhi, કોંગ્રેસ, ભાજપ, રાજકારણ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन