'હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

'હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ
વિદ્યાર્થીની તસવીર

ભવિષ્યમાં કોઈને બ્લેકમેઈલ ન કરે એટલા માટે હું આ પગલું ભરું છું. કારણ કે બીજાની જિંદગીઓ બચાવી શકું.

 • Share this:
  પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રતાપગઢમાં એક આઈટીઆઈના વિદ્યાર્થીએ ( ITI students suicide) આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. લાલગંજ નિવાસી ધીરેન્દ્ર શર્મા ઉર્ફે ધીરુ પુત્ર રામશંકર શર્મા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરીને પોતાની જીવનલીલાનો અંત લાવ્યો હતો. વિદ્યાર્થીએ મરતા પહેલા એક સૂસાઈડ નોટ લખી હતી. જેમાં ગામના જ યુવક અને સંબંધીઓને મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. આમ પોલીસે ત્રણે સામે ફરિયાદ (complaint) દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.

  'ધે આર બ્લેકમેલિંગમી... હું કાયર નથી.. '


  મળતી માહિતી પ્રમાણે મૃતક પાસે મળેલી સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'ધે આર બ્લેકમેઇલિંગમી... હું કાયર નથી.. હું ઈચ્છું કે મારી જેમ બીજું કોઈ ન મરે.. સોરી પપ્પા..' ગામના પ્રદીપ સિંહ, પ્રદીપનો સાળો ભીષ્મ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી કોઈનો નંબર માગવાના લઈને બ્લેકમેઈલ કરી રહ્યા હતા.

  થોડા કલાકો પહેલા જ પરિવારને કરી બ્લેકમેઇલિંગની જાણ
  જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન રહેતો હતો. આ અંગેની જાણકારી તેણે પરિવારના લોકોને થોડા કલાકો પહેલા જ આપી હતી. આ તણાવના કારણે તેણે આત્મહત્યા જેવું ઘાતક પગલું ભર્યું હતું.

  આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

  સૂસાઈડ નોટમાં ત્રણ લોકો ઉપર લગાવ્યો આરોપ
  સૂસાઈડ નોટમાં ત્રણ લોકો ઉપર આરોપ લગાવતા લખ્યું હતું કે, આ લોકો મને છેલ્લા કેટલાક દિવસોથી બ્લેકમેઈલ કરી રહ્યા હતા. માનસિક હિંસાને હું સહન નથી કરી શકતો. ભવિષ્યમાં કોઈને બ્લેકમેઈલ ન કરે એટલા માટે હું આ પગલું ભરું છું. કારણ કે બીજાની જિંદગીઓ બચાવી શકું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

  આ પણ વાંચોઃ-OMG! પાંચ વર્ષના બાળકના પેટમાંથી મળ્યું સાપ જેવું ત્રણ ફૂટ લાંબુ ગુંચડું, જોઈને ડોક્ટરો પ

  ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
  આ અંગે લાલગંજ ઈન્સ્પેક્ટર સંજય યાદવના જણાવ્યા પ્રમાણે પ્રદીપ સિંહ સહિત ત્રણ લોકો સામે ફરિયાદના આધાર ઉપર ગંભીર કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.  ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અભ્યાસના ભારણ કે પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં આઈટીઆઈના વિદ્યાર્થીએ બ્લેકમેલિંગના ત્રાસના કારણે આત્મહત્યા જેવું પગલું ભરતા આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
  Published by:ankit patel
  First published:November 22, 2020, 18:53 pm