Home /News /national-international /

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ, 30 ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીર : ITBPની બસ દુર્ઘટનાગ્રસ્ત, 6 જવાન શહીદ, 30 ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં ITBPની બસ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે

ITBP Bus Accident : બસમાં 39 જવાનો સવાર હતા, બ્રેક ફેલ થવાને કારણે બસ રોડની બાજુમાં ખાડામાં પડી, આ જવાનોની અમરનાથ યાત્રા દરમિયાન ડ્યૂટી હતી

    શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ITBP બસ દુર્ઘટનાગ્રસ્ત (ITBP Bus Accident )થઇ છે. કાશ્મીર સ્થિત પહેલગામના ચંદનવાડી વિસ્તારમાં આ બસ દુર્ઘટનાગ્રસ્ત (Bus Accident )બની છે. આ દુર્ઘટનામાં 6 જવાનો શહીદ થયા છે. જ્યારે 30 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે બસમાં કુલ 39 જવાન સવાર હતા. જેમાં 37 આઈટીબીપીના (ITBP )જવાન હતા અને બે જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે બ્રેક ફેલ થવાને કારણે બસ રોડની બાજુમાં ખાડામાં પડી હતી.

    બસ દુર્ઘટના સંબંધમાં આઈટીબીપીએ એક નિવેદનમાં કહ્યું કે 39 કર્મીઓને લઇ જઈ રહેલી એક સિવિલ બસ બ્રેક ફેઇલ થવાને કારણે રસ્તા પરથી ઉતરી નદીમાં ખાબકી હતી. આ બસમાં સવાર જવાન ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. આ સંબંધમાં આગળની જાણકારીની પ્રતિક્ષા છે.



    આ પણ વાંચો - જગન્નાથ મંદિરના ખજાનામાં શું-શું છે? ASIએ ‘આંતરિક રત્ન ભંડાર’ ખોલવા કરી અરજી



    આ જવાનોની અમરનાથ યાત્રા દરમિયાન ડ્યૂટી હતી. 45 દિવસોની યાત્રા થોડા દિવસો પહેલા જ સમાપ્ત થઇ છે. આ પછી સુરક્ષા જવાનો પોત-પોતાના લોકેશન પર પરત ફરી રહ્યા છે. પરત ફરતી વખતે આ બસ દુર્ઘટના બની છે.



    આ પણ વાંચો - 15મી ઓગસ્ટના બીજા દિવસે આતંકવાદીઓએ બે કાશ્મીર પંડિત પર કર્યો હુમલો, એકનું મોત

    ગૃહ મંત્રી અમિત શાહે દુર્ઘટના પર પર દુ:ખ વ્યક્ત કર્યું


    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ટ્વિટ કરીને દુર્ઘટના પર પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે પહલગામ, જમ્મુ કાશ્મીરમાં આઈટીબી અને પોલીસ કર્મીઓને લઇ જઇ રહેલી એક બસ દુર્ઘટના વિશે જાણીને દુખી છું. મારી પ્રાર્થના અને સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. તે જલ્દીથી જલ્દી ઠીક થઇ જાય. ઇશ્વરને મારી આ જ પ્રાર્થના છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Accident News, Jammu Kashmir

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन