Home /News /national-international /

હિમાલયની કડકડતી ઠંડીમાં કબડ્ડી રમતા ITBP જવાનો, વીડિયો થયો વાયરલ, લોકોએ પૂછ્યું-'HOWS THE JOSH'

હિમાલયની કડકડતી ઠંડીમાં કબડ્ડી રમતા ITBP જવાનો, વીડિયો થયો વાયરલ, લોકોએ પૂછ્યું-'HOWS THE JOSH'

હિમાલયમાં કબડ્ડી રમતા ITBP જવાનોનો વીડિયો વાયરલ થયો છે. (ફાઇલ ફોટો)

સોશિયલ મીડિયામાં ITBP જવાનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (ITBP Jawan Viral Video) થઈ રહ્યો છે. જોકે આ વીડિયો થોડો અલગ છે. આમાં ન તો સૈનિકો દેશના દુશ્મનો સાથે લડી રહ્યા છે અને ન તો સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. વીડિયોમાં આઈટીબીપીના આ જવાનો મસ્તી કરતા જોવા મળે છે.

વધુ જુઓ ...
    ભારતીય સેનાના જવાનો (Indian Army Soldier)ના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલા રહે છે. ક્યારેક તેઓ વીડિયોમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપતા જોવા મળે છે તો ક્યારેક તેઓ શૂન્યથી નીચેના તાપમાને ભારતીય સરહદની સુરક્ષા કરતા જોવા મળે છે. આ સમયે સોશિયલ મીડિયામાં ITBP જવાનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (ITBP Jawan Viral Video) થઈ રહ્યો છે. જોકે આ વીડિયો થોડો અલગ છે. આમાં ન તો સૈનિકો દેશના દુશ્મનો સાથે લડી રહ્યા છે અને ન તો સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. વીડિયોમાં આઈટીબીપીના આ જવાનો મસ્તી કરતા જોવા મળે છે.

    ભારત અને તિબેટની સરહદ પર ITBPના જવાનોએ રવિવારની મજા અલગ રીતે માણી હતી. લોહી થીજવી નાંખતા વાતાવરણમાં જોરદાર કબડ્ડી (ITBP Jawan Kabaddi Video) રમી અને આ જોઈને તેમની રમત હેડલાઈન્સ બની ગઈ છે. ITBP જવાનોનો આ કબડ્ડી વીડિયો હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ચીન અને તિબેટ સરહદને અડીને આવેલા લાહૌલ સ્પીતિના સમડો વિસ્તારનો છે.



    હિમાલયની પહાડીઓમાં જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના જવાનોના વીડિયો પર લોકો ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લગભગ દોઢ મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે જવાનો બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને કબડ્ડી રમી રહ્યા છે.

    આ પણ વાંચો- corona epidemic : જલ્દી થશે કોરોના મહામારીનો અંત, પરિણામ અને અસર પર ચર્ચા કરી રહ્યું છે WHO

    વાયરલ વીડિયોમાં જોરદાર પવનનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. કડકડતી ઠંડી છતાં જવાનો જે રીતે ઉત્સાહથી ભરેલા છે તે પ્રશંસનીય છે. ITBP જવાનોની આ હિંમતને કારણે તેઓ હિમવીર તરીકે પણ ઓળખાય છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indo-Tibetan Border Police, ITBP, Video viral, ભારતીય સેના Indian Army

    આગામી સમાચાર