નવી દિલ્હી. દરેક પિતાને પોતાની દીકરી પર ગર્વ હોય છે અને જો દીકરી તેમનાથી પણ મોટી અધિકારી બની જાય તો તેમની ખુશી અનેકગણી વધી જાય છે. આવું જ કંઇક દૃશ્ય ભારત-તિબેટ બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police – ITBP) ની પાસિંગ આઉટ પરેડ સમયે જોવા મળ્યું. જ્યાં ઇન્સપેક્ટર પિતાએ સહાયક કમાન્ડન્ટ દીકરીને પોતાના જ અંદાજમાં સેલ્યૂટ કર્યું. ભારત-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)માં ઇન્સપેક્ટરના પદે કાર્યરત નિરીક્ષક કમલેશ કુમાર (Inspector Kamlesh Kumar) માટે રવિવારનો દિવસ ક્યારેય ન ભૂલાય એવો હતો. તેમની દીકરી દીક્ષા (Diksha) ભારત-તિબેટ સીમા પોલીસમાં સામેલ થનારી બે મહિલા અધિકારી પૈકી એક છે. તેમની દીકરી જ્યારે તેમની સામે આવી તો તેમણે એક ઓફિસરની જેમ તેને સેલ્યૂટ કર્યું.
નોંધનીય છે કે, આઇટીબીપીએ વર્ષ 2016માં યૂપીએસસી પરીક્ષાના માધ્યમથી મહિલા અધિકારીઓની કંપની કમાન્ડરના રૂપમાં નિયુક્તિ કરી હતી. દીક્ષા પણ આ પરીક્ષાનો હિસ્સો હતી. આઇટીબીપી એકેડમી મસૂરીની પાસિંગ આઉટ પરેડમાં દીક્ષા જ્યારે પોતાના પિતા કમલેશ કુમારની સામે આવી તો કમલેશ પોતાની જાતને રોકી ન શક્યા અને તેઓએ દીકરીને સેલ્યૂટ કરી દીધું. કમલેશ કુમારના ચહેરા પરનું સ્મિત દીકરા પર તેમના ગર્વને પ્રદર્શિત કરી રહ્યું હતું.
Saluting the daughter with pride...
Diksha joined ITBP as Assistant Commandant. His father Insp/CM Kamlesh Kumar of ITBP salutes her after the Passing Out Parade and attestation ceremony at ITBP Academy, Mussoorie today. #Himveerspic.twitter.com/v8e1GkQJYH
પિતા અને દીકરીની આ ભાવુક ક્ષણને આઇટીબીપીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી શૅર કરી છે. (તસવીર- @ITBP_official)
પિતા અને દીકરી વચ્ચેની આ ભાવુક ક્ષણોને આઇટીબીપીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શૅર કરી હતી જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. આઇટીબીપીએ આ ખાસ તસવીરને શૅર કરતાં લખ્યું કે, ઇન્સપેક્ટર કમલેશ કુમારે દિલને સ્પર્શનારી તસવીરમાં અધિકારી દીકરીને સલામી આપી.
નોંધનીય છે કે, આ પાસિંગ આઉટ પરેડના મુખ્ય અતિથિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હતા. મુખ્યમંત્રી ધામીએ આઇટીબીપીના મહાનિદેશક એસ.એસ. દેસવાલની સાથે મળી બે મહિલા અધિકારીઓ પ્રકૃતિ અને દીક્ષાના ખભા પર સહાયક કમાન્ડન્ટના બેચ લગાવ્યા. પાસિંગ આઉટ પરેડ દરમિયાન નવા અધિકારીઓએ દેશની સેવા અને રક્ષા કરવાના શપથ લીધા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર