ઈટાલીમાં ક્રુઝનું એન્જિન ફેલ થતા જેટી પર ચડી આવ્યું, ચારને ઇજા

જેટી પર લંગારાયેલા અન્ય શીપને ધક્કો મારી અને એક ક્રુઝ જેટી પર ચડી જતા લોકોમાં નાસભાગ મચી

News18 Gujarati
Updated: June 7, 2019, 3:54 PM IST
ઈટાલીમાં ક્રુઝનું એન્જિન ફેલ થતા જેટી પર ચડી આવ્યું, ચારને ઇજા
ક્રુઝ જેટી પર ચડી આવતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
News18 Gujarati
Updated: June 7, 2019, 3:54 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : હોલિવૂડની ફિલ્મ સ્પિડ -2માં એક બેકાબૂ શહેરમાં ઘૂસી જાય છે. દરિયા કિનારે આવેલી ઇમારતો અને હોટલોને ચીરીને ક્રુઝનો શહેરમાં ઘૂસવાના દૃશ્યમાં આબેહુબ રીતે ફિલ્માવાયું છે. જોકે, સ્પિડ- 2નું આ દૃશ્ય ઈટાલીમાં હકીકતમાં જોવા મળ્યું હતું. ઈટાલીમાં એક બેકાબુ ક્રુઝ એન્જિન ફેલ થતા જેટી પર ચડી આવ્યું હતું.

યુરોપિયન મીડિયાના અહેવાલો મુજબ આ ઘટના પોર્ટ વેનિસની હોવાનો ઉલ્લેખ છે. ક્રુઝ શીપ એમએસી ઓપેરા પોર્ટ વેનિસના સાન બાસિલિયો ટર્મિનલમાં ઘૂસી ગયું હતું. આ ઘટના બીજી જૂનના રોજ સવારે 8.30 વાગે ઘટી ગોવાનો અહેવાલો છે. ઈટાલીના ટુરિસ્ટથી ભરપૂર શહેર પોર્ટ વેનિસમાં શીપ ઘૂસી આવતા નાસભાગ મચી ગઈ હતી. દેશના પર્યાવરણ મંત્રી સર્જીયો કોસ્ટાએ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કે અમે છેલ્લા ઘણા સમયથી કહી રહ્યાં છે કે પોર્ટ વેનિસની કેનાલ સુધી ક્રુઝ શીપ લઈ આવવાની પરવાનગી ન હોવી જોઈએ. અમે આ ઘટના પહેલાંથી જ આ દિશામાં પ્રતિબંધ મૂકવા માટે કામ કરી રહ્યાં હતા.

ઈટાલીમાં ક્રુઝ ચાલકે કાબુ ગુમાવતા ક્રુઝ જેટી પર ચડી આવતા ચાર લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીને એક્સક્લૂઝિવ મળેલા દૃશ્યોમાં જેટી પર ચડી આવેલું ક્રુઝ જોવા મળે છે. આ ક્રુઝમાં પાર્ટી ચાલી રહી હતી તે વખતે જેટીમાં આ ક્રુઝ ચડી આવ્યું હતું. આ સ્થિતીમાં જેટી પર ઊભેલા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

ક્રુઝ શીપ એમએસસી ઓપેરા


ક્રુઝે પહેલાં જેટી નજીક ઊભેલા કેટલા શીપને ટક્કર મારી હતી બાદમાં જેટી નજીક પાર્ક થયેલા એક ક્રુઝને ટક્કર મારી જેટીમાં ઘૂસી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલો નથી. આ ક્રુઝ જેટી પર ચડી આવતા સ્પિડ ફિલ્મ જેવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે, આ ક્રુઝ ઇટાલીના ક્યાં બંદર પર
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...