Home /News /national-international /

થરૂરનો મોદીને ટોણો- 'ન ખાઈશ, ન ખાવા દઈશ'વાળા કરે છે પકોડાની વાત

થરૂરનો મોદીને ટોણો- 'ન ખાઈશ, ન ખાવા દઈશ'વાળા કરે છે પકોડાની વાત

શશી થરૂર (ફાઈલ તસવીર)

થરૂરે સોમવારે સવારે ટ્વિટ કરીને મોદીની 'ન ખાઈશ, ન ખાવા દઈશ'ની વાત યાદ અપાવતા કહ્યું કે, તેઓ(મોદી) આજે પકોડા વેચવાની વાત કરવા લાગ્યા છે.

    કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પકોડા વેચવાને બિઝનેસ કહેવા પર મોદી પર કટાક્ષ કર્યો છે. મોદીએ તાજેતરમાં આપેલા એક ટીવી ઇન્ટરવ્યૂમાં પકોડા વેચવાને એક જાતનો બિઝનેસ કહ્યો હતો. થરૂરે સોમવારે સવારે ટ્વિટ કરીને મોદીની 'ન ખાઈશ, ન ખાવા દઈશ'ની વાત યાદ અપાવતા કહ્યું કે, તેઓ(મોદી) આજે પકોડા વેચવાની વાત કરવા લાગ્યા છે.

    શશિ શરૂરે ટ્વિટ કર્યું, 'જેમણે કહ્યું હતું કે ન ખાઈશ ન ખાવા દઈશ, એ લોકો આજે પકોડાની વાત કરી રહ્યા છે. તે એવું નથી સમજતા કે લોકો ચા અને પકોડા એટલા માટે વેચી રહ્યા છે કારણ કે તેમની પાસે રોજગારી નથી.'

    બીજેપી સરકારનું અંતિમ બજેટ

    થરૂરે આની સાથે એક સમાચાર પણ ટ્વિટ કર્યા હતા. જેમાં થરૂરે લખ્યું છે કે 'આ બીજેપી સરકારનું આખરી બજેટ હશે. આ માટે તેઓ ટેક્સમાં છૂટ તેમજ રોકાણ માટે અમુક પ્રોત્સાહન આપીને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરશે.'



    થરૂરે કહ્યું કે, 'જો તમે આપણી અર્થવ્યવસ્થા પર નજર નાખશો તો ખબર પડશે કે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેઓ રોકાણ માટે થોડા પ્રોત્સાહન આપશે, કદાચ ત્યાં થોડી ટેક્સમાં રાહત આપશે, તેમણે ખૂબ જ ખરાબ હાલતમાં રહેલા ખેડૂતો માટે કંઈક કરવું પડશે. જો બીજેપી ઇચ્છે છે કે લોકો તેની સરકારને વોટ આપે તો આ માટે સરકારે યુવાઓ માટે રોજગારીના અવસર આપવો પડશે.'



    ચિદમ્બરમે પણ કર્યો કટાક્ષ

    આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે પણ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'જો પકોડા વેચવા એ રોજગારી છે તો ભીખ માંગવાને પણ રોજગારીના વિકલ્પ તરીકે જોવો જોઈએ.' ચિદમ્બરમે રવિવારે પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર એક પછી એક એમ ટ્વિટ્સ કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં રોજગારીનું સર્જન કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ માટે જ સરકારને કંઈ દેખાઈ નથી રહ્યું.

    નોંધનીય છે કે થોડા દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલને મોદીએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ પકોડા વેચીને સાંજે 200 રૂપિયા કમાઈને ઘરે લઈ જાય છે, તો તેને રોજગાર માનવામાં આવશે કે નહીં. મોદીના આ ભાષણની વિરોધીઓએ ખૂબ જ ટીકા કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chidambaram, Congress Leader, Shashi Tharoor, મોદી સરકાર

    આગામી સમાચાર