ઝકરબર્ગે યુએસ સાંસદોને કહ્યું- 'આ મારી ભૂલ હતી, મને માફ કરો'

સાંસદોને મળવા આવી પહોંચેલા માર્ક ઝકરબર્ગ

 • Share this:
  ફેસબુકના સ્થાપક તેમજ સીઈઓ માર્ક ઝકરબર્ગ આજે અમેરિકન કોંગ્રેસ કમિટિ સમક્ષ ફેસબુક ડેટા લિક મામલે સ્પષ્ટતા આપવા માટે હાજર થયા હતા. સાંસદો સમક્ષ હાજર થયેલા ઝકરબર્ગે કહ્યું હતું કે, 'મેં ફેસબુક શરૂ કર્યું હતું. હું તેને ચલાવું છું. જે પણ થયું તેના માટે હું જ જવાબદાર છું. આ મારી ભૂલ હતી. મને માફ કરશો.' જોકે, ખાસ વાત એ હતી કે અમેરિકન સાંસદો સાથે મુલાકાત વખતે માર્ક ઝરકબર્ગે પોતાનું ટ્રેડમાર્ક ટી-શર્ટ અને પેન્ટ નહીં પરંતુ સૂટબૂટ અને ટાઈમાં નજરે પડ્યા હતા.

  નોંધનીય છે કે ઝકરબર્ગ અમેરિકન કોંગ્રેસ સામે ડેટા લિક મામલે હાજર રહ્યા હતા. આરોપ છે કે ડેટા એનાલિસિસનું કામ કરી રહેલી કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકાના પાંચ કરોડથી વધારે ફેસબુક યુઝર્સના ડેટાની ઉઠાંતરી કરી હતી અને તેનો ઉપયોગ અમેરિકન ચૂંટણીના પ્રભાવિત કરવામાં કર્યો હતો. આ અંગે ફેસબુકની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. ફેસબુક પર આરોપ છે કે તેણે પોતાના યુઝર્સનો ડેટા વેચ્યો હતો. ઝકરબર્ગે અમેરિકન કોંગ્રેસને જણાવ્યું હતું કે ફેસબુક યુઝર્સ માટે કેટલું સરક્ષિત છે.

  ઝકરબર્ગે માની પોતાની ભૂલ

  યુએસ કોંગ્રેસ સમક્ષ હાજર થતા પહેલા ઝકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે સ્વીકાર કરતા કહ્યું હતું કે છેલ્લા થોડા વર્ષોમાં ફેસબુકથી ભૂલ થઈ હતી. આને સુધારવા માટે અમે તૈયાર છીએ. માર્ક ઝકરબર્ગે સોમવારે એક લાંબી ફેસબુક પોસ્ટ લખી હતી. જેમાં લખ્યું હતું કે 2018માં ફેસબુકના ઇન્ટરફેસને સુરક્ષિત રાખવું અને ચૂંટણી દરમિયાન ફેસબુકના માધ્યમથી ખોટી માહિતી ફેલાતી રોકવી એ અમારી પ્રાથમિકતા રહેશે.

  ડેટા લિક બાદ ફેસબુકે ભર્યા આવા પગલા

  માર્ક ઝકરબર્ગે લખ્યું કે તેની કંપની અમુક જરૂરી પગલાં ભરવા જઈ રહી છે. તેણે કહ્યું કે એક નવું એઆઈ ટૂલ બનાવવામાં આવશે જે હજારો ફેક એકાઉન્ટ્સને શોધીને તેને ડિલીટ કરશે. આ ઉપરાંત એઆઈ તમામ રાજકીય જાહેરાત આપનાર મોટા પેજના એડમિન્સને વેરિફાય કરશે. આ સાથે જ એક ટ્રાન્સપરન્સી ટૂલ લોંચ કરવામાં આવશે. એક સ્વતંત્ર ઇલેક્શન રિચર્સ કમિશન બનાવવામાં આવશે. જે ચૂંટણી અને લોકશાહી પર સોશિયલ મીડિયાના પ્રભાવની તપાસ કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published: