New Jersey Shootout : 'આતશબાજીની જેમ અંધાધૂંધ ફાયરિંગ થતું હતું'

News18 Gujarati
Updated: December 11, 2019, 10:03 AM IST
New Jersey Shootout : 'આતશબાજીની જેમ અંધાધૂંધ ફાયરિંગ થતું હતું'
ન્યૂજર્સી ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત, અંધાધૂંધ ફાયરિંગના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ

ન્યૂજર્સી ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત, અંધાધૂંધ ફાયરિંગના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ

  • Share this:
ન્યૂ જર્સી : અમેરિકા (United States)ના ન્યૂજર્સી (New Jersey)માં મંગળવારે બંદૂકધારીઓએ એક સ્ટોરની બહાર ગોળીઓ વરસાવી જેમાં એક સ્થાનિક પોલીસકર્મી સહિત છ લોકોનાં મોત થયા છે. જર્સી સિટી પોલીસ પ્રમુખ માઇક કેલીએ જણાવ્યું કે મૃતકોમાં બે સંદિગ્ધ પણ સામેલ છે.

બીજી તરફ, સ્ટોર ખાતે થઈ રહેલા અંધાધૂંધ ફાયરિંગ (New Jersey Shootout)ના કારણે આસપાસ રહેતાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. કેટલાક સ્થાનિકો ફાયરિંગની ઘટનાનું વીડિયો શૂટિંગ કરવા એકત્ર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને બૂમો પાડીને આદેશ આપ્યો કે, 'રસ્તામાંથી હટી જાએ, સ્ટ્રીટ ખાલી કરી દો.'

એક પ્રત્યક્ષદર્શી એન્ડી પટેલ જે ઘટનાસ્થળેથી ત્રણ બ્લોક દૂરના લીકર શૉપમાં કામ કરે છે તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હુમલાખોરો મરણીયા બનીને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. ત્યારે એવું લાગી રહ્યું હોય જાણે ફટાકડા ફુટી રહ્યા હોય.

સિટી પોલીસ પ્રમુખ કેલીએ જણાવ્યું કે, ફાયરિંગ બે સ્થળે થયું. પહેલા એક કબ્રસ્તાનમાં થયેલા ફાયરિંગમાં અધિકારીનું મોત થયું અને ત્યારબાદ કોશર સુપરમાર્કેટમાં પણ ફાયરિંગ થયું. જ્યાં વધુ પાંચ લોકોના મોત થયા. તેઓએ ફાયરિંગના કારણો વિશે તાત્કાલીક માહિતી ન આપી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા અધિકારી કેટલાક 'અસામાજિક તત્વો'ને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જોસેસ સીલ્સ તે સમયે માર્યા ગયા જ્યારે તેમણે બે સંદિગ્ધોને પકડવાનો પ્રયાસ કર્યો. (Photo : Facebook)


માર્યા ગયેલા પોલીસકર્મીનું નામ 39 વર્ષીય જોસેફ સીલ્સ છે. તેઓ છેલ્લા 13 વર્ષથી જર્સી શહેર પોલીસની સેવામાં હતા. જર્સી સિટીના પોલીસ પ્રમુખ માઇક કેલીએ જણાવ્યું કે જોસેફ સીલ્સે રસ્તાઓ પરથી બંદૂકોનો સફાયો બોલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કેલીના જણાવ્યા મુજબ સ્થાનિક સમય મુજબ બપોરે 12 વાગ્યાની આસપાસ ફાયરિંગ શરૂ થયું હતું.

મળતા અહેવાલો મુજબ, જોસેસ સીલ્સ તે સમયે માર્યા ગયા જ્યારે તેમણે બે સંદિગ્ધોને પકડવાનો પ્રયાસ કર્યો. બંને સંદિગ્‍ધ એક ટ્રકથી ભાગી ગયા અને નજીકના એક સુપરમાર્કેટમાં જઈને છુપાઈ ગયા. તેઓ સ્ટોરની અંદરથી પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરોની પાસે ભારે રાઇફલો હતી અને અસંખ્ય રાઉન્ડ ગોળીઓ હતી. બાદમાં સ્વેટ જેવી વિશેષ પોલીસ ટીમોને બોલાવવામાં આવી જેઓએ સંદિગ્ધોને ઠાર માર્યા. સ્ટોરની અંદર ત્રણ લોકો માર્યા ગયા. પોલીસનું કહેવું છે કે સ્ટોરની અંદર માર્યા ગયેલા લોકોના મોત હુમલાખોરોની ફાયરિંગના કારણે થઈ છે.

આ પણ વાંચો, અમેરિકાના ન્યૂજસીમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 6નાં મોત
First published: December 11, 2019, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading