ચૂંટણી પ્રચારને લૂલો બનાવવા મારા ઘરે ITનાં દરોડાં કરવાનું ષડયંત્ર : પી ચિદમ્બરમ

News18 Gujarati
Updated: April 8, 2019, 9:04 AM IST
ચૂંટણી પ્રચારને લૂલો બનાવવા મારા ઘરે ITનાં દરોડાં કરવાનું ષડયંત્ર : પી ચિદમ્બરમ
પી ચિદમ્બરમ (ફાઇલ તસવીર)

હું મારા ઘરે તપાસ એજન્સીને આવકારું છું, તેઓ સારી રીતે જાણે છે કે મારી પાસે છૂપાવવા જેવી કોઈ વસ્તુ નથી : પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આક્ષેપ લગાવ્યો છે કે ચૂંટણી પ્રચારને લૂલો બનાવવા માટે મોદી સરકારે તેમના નિવાસસ્થાને આવકવેરા વિભાગના દરોડા કરવાનું આયોજન કર્યું છે. ચિદમ્બરમે જણાવ્યું કે દેશના લોકો આ બધું જોઈ રહ્યા છે અને આ ચૂંટણીમાં સરકારને યોગ્ય જવાબ આપશે.

ચિદમ્બરમે ટ્વિટ કરતા લખ્યું છે કે, "મને કહેવામાં આવ્યું પડ્યું છે કે ચેન્નાઇના સિવાગંગા લોકસભા વિસ્તારમાં આવેલા મારા ઘરે આવકવેરા વિભાગે દરોડાં કરવાનું આયોજન કર્યું છે. અમે તપાસ ટીમનો સત્કાર કરીશું."

ચિદમ્બરમે વધુમાં કહ્યું કે, "આઈટી વિભાગને ખબર છે કે અમારી પાસે છૂપાવવા માટે કંઈ જ નથી. આઈટી વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓએ આ પહેલા પણ અમારા ઘરે તપાસ કરી છે, જેમાં તેમને કંઈ જ મળ્યું ન હતું. આવું કરવા પાછળનો ઉદેશ્ય ચૂંટણી પ્રચારનો લૂલો બનાવવાનો છે."

પૂર્વ નાણા પ્રધાને વધુમાં જણાવ્યું ,"દેશના લોકો સરકારના આ અતિરેકને જોઈ રહી છે અને આગામી ચૂંટણીમાં તે સરકારને બરાબર પાઠ ભણાવશે." નોંધનીય છે કે ચિદમ્બરનો પુત્ર કાર્તિ ચિદમ્બરમ સિવાગંગા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. કાર્તિ ચિદમ્બરમ પર કૌભાંડના આક્ષેપ છે, હાલ તે જામીન પર જેલ બહાર છે.

આ પણ વાંચો : કમલનાથના નજીકના લોકો પર ITનાં દરોડાં, પોલીસ-CRPFના અધિકારીઓ બાખડ્યાં

નોંધનીય છે કે હાલ દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વિપક્ષ સરકાર પર આવકવેરા વિભાગ સહિત વિવિધ એજન્સીઓને દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવી રહ્યું છે. રવિવારે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથના નજીકના લોકોનાં 50 ઠેકાણાંઓ પર આઈટીના દરોડાં કરવામાં આવ્યા છે. આ દરમિયાન સીઆરપીએફના જવાનો અને રાજ્યની પોલીસ વચ્ચે બબાલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે.
First published: April 8, 2019, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading