Home /News /national-international /

કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓને સ્વાદ અને સુગંધ પરત આવવામાં લાગી શકે છે એક વર્ષ: અભ્યાસ

કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓને સ્વાદ અને સુગંધ પરત આવવામાં લાગી શકે છે એક વર્ષ: અભ્યાસ

પ્રતીકાત્મક તસવીર

સુંગધ ન આવવાના કારણે વ્યક્તિના જીવનની ગુણવત્તા પર પણ અસર થાય છે. જેનાથી ખોરાકનો સ્વાદ માણી શકાતો નથી. પર્યાવરણમાં વાયુજન્ય સંકટની જાણ ન થવી અને ઇન્દ્રિયો પર નિર્ભર અન્ય કાર્યો માટે મુશ્કેલી પડી શકે છે.

નવી દિલ્હી: શું કોરોના સંક્રમિત થયા બાદ તમને સ્વાદ અને સુગંધ નથી આવી રહ્યા? એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે તેને પરત આવવામાં એક વર્ષ પણ લાગી શકે છે. કોરોનાને વર્ષ 2020ની શરૂઆતમાં જ મહામારી જાહેર કરી દેવાઇ હતી, તેથી કોવિડ-19 સંબંધિત એનોસ્મિયા એટલે કે સુગંધ શક્તિ સંપૂર્ણ ગુમાવી દેવી, તે સંક્રમણના એક ઝડપી સંકેત તરીકે સામે આવ્યું હતું. સુંગધ ન આવવાના કારણે વ્યક્તિના જીવનની ગુણવત્તા પર પણ અસર થાય છે. જેનાથી ખોરાકનો સ્વાદ માણી શકાતો નથી. પર્યાવરણમાં વાયુજન્ય સંકટની જાણ ન થવી અને ઇન્દ્રિયો પર નિર્ભર અન્ય કાર્યો માટે મુશ્કેલી પડી શકે છે.

જામા નેટવર્ક ઓપનમાં ગુરૂવારે પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસ અનુસાર, ફ્રાન્સમાં યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ સ્ટ્રાસબર્ગના સંશોધકોએ કોવિડ-19ના એવા દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. જેમણે સંપૂર્ણ એક વર્ષ માટે પોતાના સ્વાદ અને સુગંધ ગુમાવી દીધા હતા અને દર 4 મહીને તેમને એક સર્વેક્ષણ પૂરો કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: સોમનાથ મંદિર બહાર આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીને ધક્કે ચઢાવાયા

97 દર્દીઓમાંથી 51 લોકોને સેલ્ફ રિપોર્ટ પર કરેલા સર્વેક્ષણોની પુષ્ટિ કરવા માટે ઓબ્જેક્ટિવ ટેસ્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. 8 મહીનામાં 51 દર્દીઓમાંથી 49 દર્દીઓને સ્વાદ અને સુગંધ આવવા લાગ્યા હતા. અન્ય બે દર્દીઓમાંથી એક જે સાજો નહોતો થયો તે સૂંઘવા માટે સક્ષમ હતો, પરંતુ અસામાન્ય રીતે તો બીજા અભ્યાસના અંત સુધી તે સૂંઘવામાં સક્ષમ ન હતો. જ્યારે 46 કોવિડ-19 દર્દીઓ કે જે ઓબ્જેક્ટિવ ટેસ્ટિંગમાંથી પસાર નહોતા થયા, તેમણે એક વર્ષ બાદ સંપૂર્ણ રિકવરી મેળવી લીધી હતી.

આ પણ વાંચો: અજીબ લવ સ્ટોરી: કુખ્યાતની પત્નીના પ્રેમમાં પાગલ થયો અધિકારીનો પુત્ર, પછી થયા એવા હાલ કે...

યુનિવર્સીટીના મેરીયન રેનોડે કહ્યું કે, અમારા નિષ્કર્ષ અનુસાર આગામી 12 મહિના રિકવરીમાં 10 ટકા વધારો થઇ શકે છે. 6 મહિનાના ફોલોઅપ સાથેના અભ્યાસની તુલનામાં માત્ર 85.9 ટકા દર્દીઓમાં રિકવરી થઇ છે. તે ફન્ડામેન્ટલ એનિમલ રિસર્ચને સહયોગી છે, જેમાં ઇમેજિંગ સ્ટડી અને પોસ્ટમોર્ટમ પેથોલોજી બંનેનો સમાવેશ થાય છે. જે સૂચવે છે કે પેરિફેરલ ઇન્ફ્લેમેશનના કારણે કોવિડ-19 સંબંધિત એનોસ્મિયા થાય છે.

આ પણ વાંચો: 21 વર્ષની ઉંમરે છૂટાછેડા, માતાપિતાએ રાખવાનો કર્યો ઇન્કાર, આઇસક્રીમ-શિકંજી વેચીને બની પોલીસ ઇન્સ્પેક્ટર

રેનોડે વધુમાં જણાવ્યું કે, સતત કોરોનાવાયરસ સંબંધિત એનોસ્મિયામાં એક વર્ષમાં લગભગ સંપૂર્ણ સાજા થવાની સાથે એક ઉત્કૃષ્ટ રોગ નિદાન છે. ચિકિત્સક પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ વાળા દર્દીઓની વધી રહેલી સંખ્યાના ડેટા મેનેજ કરે છે. પૂર્વાનુમાન અને સલાહ માટે લાંબા સમયના ડેટાની જરૂર પડી શકે છે. અમેરિકામાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના એક પાછલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પર્ટિક્યુલેટ મેટર 2.5- સોલિડ પાર્ટિકલ્સનું મિશ્રણ અને હવા રહેલ લિક્વિડ ડ્રોપલેટ્સ સુગંધ ગુમાવવા માટેના જોખમને બમણું કરે છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Smell, Taste, અભ્યાસ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन