કર્ણાટકઃ PWD એન્જિનિયરના ઘરે દરોડો, પાણીની પાઇપમાંથી 10 લાખ રૂપિયા નીકળ્યા

કર્ણાટકના કાલબુર્ગી જિલ્લામાં PWD એન્જિનિયરના ઘરે પાઈપમાંથી નોટો રિકવર કરી રહેલા અધિકારીઓ.

કર્ણાટકના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા અને પાઇપમાંથી રૂ. 500ની નોટો બહાર કાઢી. આ રકમ આશરે રૂ.10 લાખની હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, કલાબુર્ગી જિલ્લામાં PWD જોઈન્ટ એન્જિનિયર શાંતા ગૌડા બિરાદરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.

  • Share this:
    બેંગ્લોર: કર્ણાટકના (Karnataka) એન્ટી કરપ્શન બ્યૂરો (anti corruption bureau) પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો અને પાઇપમાંથી રૂ. 500ની મોટી નોટો બહાર કાઢી. આ રકમ આશરે રૂ.10 લાખની હોવાનું કહેવાય છે. તે જ સમયે, છત પરથી 6 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના આરોપી સરકારી અધિકારીઓ પર રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે, કાલબુર્ગી જિલ્લામાં PWD જોઈન્ટ એન્જિનિયર શાંતા ગૌડા બિરાદરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિરાદરના ઘરે દરોડા દરમિયાન બ્યુરોના અધિકારીઓએ 40 લાખ રૂપિયા રોકડા અને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે.

    પાણીની પાઈપલાઈન ખોલી અને તેની અંદ છુપાવેલી નોટો બહાર કાઢી 

    સૂત્રો દ્વારા અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે, તેમના નિવાસસ્થાનની પાઇપલાઇનમાં રોકડ છુપાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, અધિકારીઓએ એક પ્લમ્બરને બોલાવ્યો, જેણે પાઇપલાઇન ખોલી અને તેની અંદર છુપાવેલી નોટો બહાર કાઢી. આ ઘટનાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓ અને પ્લમ્બર પાઇપના કેટલાક ભાગોને અલગ કરતા જોઈ શકાય છે. આ પાઈપોમાંથી ફરીથી નોટો કાઢવામાં આવી હતી. દેખીતી રીતે, આ પાઈપો બતાવવા માટે બનાવવામાં આવ્યા હતા, હકીકતમાં તે બિનહિસાબી નાણાં છુપાવવાનો એક માર્ગ હતો.

    આ પણ વાંચો: હૃદયદ્રાવક ઘટના! આંધ્રા પ્રદેશમાં પૂરમાં તણાયેલા પતિને શોધવા માટે પત્નીનો રઝળપાટ

    અપ્રમાણસર સંપત્તિના કેસમાં 15 અધિકારીઓ સામે 60 સ્થળોએ દરોડા

    આ દરોડાએ રાજ્યવ્યાપી કાર્યવાહીનો એક ભાગ હતો જે એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્યભરમાં હાથ ધર્યો હતો. આ દરમિયાન બ્યુરોએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં 15 અધિકારીઓ સામે 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. બ્યુરોએ તાજેતરમાં બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.

    આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ડિસેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ડોક્ટરોએ વ્યક્ત કરી આશંકા

    રાજ્ય સરકાર કોઈપણ સ્વરૂપમાં ભ્રષ્ટાચારને સાંખી લેશે નહીં : બસવરાજ બોમ્માઈ

    મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા રજૂ કરાયેલા અહેવાલના આધારે પગલાં લેશે. તાજેતરમાં, એક પ્રશ્નના જવાબમાં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ સ્વરૂપમાં ભ્રષ્ટાચારને સાંખી લેશે નહીં. અમારી સરકાર કડક પગલાં લેશે અને ભ્રષ્ટાચારમાં દોષિતોને બચાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
    Published by:kuldipsinh barot
    First published: