શું આગામી પાંચ મહિનામાં દેશમાં આવશે મંદી? મોદી સરકારના મંત્રીએ કર્યો સૌથી મોટો દાવો
uninon minister narayan rane
Narayan Rane On Recession: પુણેમાં જી 20 પહેલા અવસંરચના કાર્ય જૂથની બેઠકનું ઉદ્ધાટન કર્યા બાદ રાણે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે, આ સત્ય છે કે, હાલમાં વિવિધ વિકસિત દેશ મંદીનો સામનો કરી રહ્યા છે.
પુણે: કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ આશંકા વ્યક્ત કરી છે કે, જૂન મહિનામાં દેશમાં મંદી આવી શકે છે. તેમણે સોમવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખરાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે કે, વૈશ્વિક આર્થિક મંદીથી નાગરિકો પ્રભાવિત ન થાય. નારાયણ રાણેએ મહારાષ્ટ્રના પુણેમાં પત્રકારો સાથે વાત કરતા આ આશંકા વ્યક્ત કરી હતી.
પુણેમાં જી 20 પહેલા અવસંરચના કાર્ય જૂથની બેઠકનું ઉદ્ધાટન કર્યા બાદ રાણે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે, આ સત્ય છે કે, હાલમાં વિવિધ વિકસિત દેશ મંદીનો સામનો કરી રહ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જૂન બાદ મંદી આવી શકે છે. કેન્દ્ર અને પીએમ મોદી કોશિશ કરી રહ્યા છે કે, દેશના નાગરિકો પર મંદીની અસર ન થાય.
Pune, Maharashtra | It's a fact that currently, recession is being faced by various developed countries. It's expected that recession might come after June. Centre & PM Modi are making efforts to see that recession doesn't hit the citizens of the country: Union Min Narayan Rane pic.twitter.com/V7pwUm0Fp2
તેમણે આર્થિક મંદીની સ્થિતીનો સામનો કરવા માટે ભારતની તૈયારીઓ વિશે પુછવામાં આવતા કહ્યું કે, કેમ કે અમે મંત્રીમંડળમાં છીએ, અમને જાણકારી મળી છે કે, અથવા તો પ્રધાનમંત્રી મોદી અમને તેના વિશે સૂચનો આપે છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં મોટા વિકસીત દેશ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમણે આગળ કહ્યું કે, ભારત સરકાર અને પીએમ મોદી એ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, નાગરિકો તેનાથી પ્રભાવિત ન થાય. રાણે એવું પણ કહ્યું કે, રોજગાર પૈદા કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, દીર્ઘકાલિન અને સતત આર્થિક વૃદ્ધિ માટે જી 20 બેઠક મહત્વપૂર્ણ છે. ભારત એક ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી જી 20ની અધ્યક્ષતા કરશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર