નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)ને રોકવી આપણી જવાબદારી છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે કોરોના વાયરસ (Coronavirus)ના દરેક વેરિયન્ટ ઉપર પણ નજર રાખવી પડશે. મ્યૂટેશન બાદ તે કેટલો પરેશાન કરનારો હશે, તેના વિશે એક્સપર્ટ્સ સતત સ્ટડી કરી રહ્યા છે. એવામાં સંક્રમણ પર કાબૂ અને ઉપચાર અગત્યના છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કોરોનાના કારણે પર્યટન (Tourism) અને વેપાર-કારોબાર (Business) ગંભીર રીતે પ્રભાવિત થયા છે તે સાચી બાબત છે. પરંતુ આજે હું ખૂબ ભારપૂર્વક કહેવા માંગું છું કે હિલ સ્ટેશનોમાં, માર્કેટોમાં માસ્ક પહેર્યા વગર, ભારે ભીડ ઉમટી પડે છે તે યોગ્ય નથી.
PM મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા 'સૌને વેક્સીન-મફત વેક્સીન' અભિયાન (Covid Vaccination Campaign)નું નોર્થ ઈસ્ટમાં પણ એટલું જ મહત્ત્વ છે. ત્રીજી લહેર સામે મુકાબલો કરવા માટે આપણે વેક્સીનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવી પડશે.
It's a matter of concern, that people are travelling without face masks at hill stations & market places: PM Modi
પૂર્વોત્તરમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરતાં વડાપ્રધાને કહ્યું કે, આપણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટથી જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચમાં સુધાર કરવા માટે આગળ ચાલવાનું છે. તેના માટે હાલમાં જ કેબિનેટે 23 હજાર કરોડ રૂપિયાનું એક નવું પેકેજ પણ મંજૂર કર્યું છે. નોર્થ ઇસ્ટના દરેક રાજ્યને આ પેકેજથી પોતાના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ મળશે.
PM મોદીએ કહ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે આપણે માઇક્રો લેવલ પર વધુ કડક પગલાં ભરવા પડશે. તેનાથી જવાબદારી નક્કી થઈ શકે છે. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા દોઢ વર્ષમાં જે અનુભવ આપણને મળ્યા છે, તેનો પૂરો ઉપયોગ કરવો પડશે. તેમણે કહ્યું કે સમગ્ર દેશ અને વિશેષ રીતે અમારા હેલ્થ વર્કર્સે પોતાની જવાબદારી નિભાવવા માટે ગત દોઢ વર્ષમાં સતત પરિશ્રમ કર્યો છે. પૂર્વોત્તરના ભૌગોલિક પડકારો હોવા છતાંય ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટથી લઈને રસીકરણનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે વિશેષ રીતે ઓક્સિજન પર, પીડિયાટ્રિક કેર સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ઝડપથી કામ કરવું પડશે. PM Cares Fundના માધ્યમથી દેશમાં અસંખ્ય નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર