મુસ્લિમોથી અંતર રાખવું એ યોગ્ય નથી, બધા 130 કરોડ આપણા ભાઈ-બંધુઃ RSS ચીફ મોહન ભાગવત

આરએસએસ ચીફ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે કોરોના વાયરસના વધતા સંક્રમણ અને તબલીગી જમાત પ્રત્યે કથિત વિચાર અંગે દેશવાસિયોને સાવધાન કહ્યું હતું.

 • Share this:
  નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS) સંઘ પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) કોરોના વાયરસના વધતા સંક્રમણ અને તબલીગી જમાત પ્રત્યે કથિત વિચાર અંગે દેશવાસિયોને સાવધાન કહ્યું હતું. તેમણે સંઘના ઓનલાઈન બૌધિક વર્ગમાં કહ્યું કે દેશની 130 કરોડ વસ્તી બધી ભારાત માતાની સંતાન છે અને આપણે બદા ભાઈ-બંધુ છીએ. જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બંને તરફથી કોઈ ડર કે ગુસ્સો રાખવો ન જોઈએ. તેમણે સમાજના જવાબદાર લોકોને અપીલ કરતા કહ્યું છે કે પોતાના લોકોને આનાથી બચાવવા જોઈએ. જો કોઈ ડર કે ક્રોધથી કંઈ આડુઅવળું કરી દે છે તો આખા સમૂહને તેમાં આવરીને દૂરી બનાવવી યોગ્ય નથી.

  તબલીગી જમાત ઉપર બોલ્યા
  સંઘ પ્રમુખે કહ્યું કે જો કોઈ ડર કે ક્રોધથી કંઈ ઉલ્ટુસીધું કરે છે તો આખા સમૂહને તેમાં આવરી લઈને તેનાથી દૂર રહેવું સારી બાબત નથી. તેનો ઈશારો તબલીગી જમાત અને તેમના જલસે તરફ હતો. મોહન ભાગવને કહ્યું કે ભડકાવનારા લોકોની કમી નથી. અને આનો લાભ ઉઠાવનારી તાકતો પણ છે. જે પ્રકારે કોરોના વાયરસનો ફેલાવો થયો છે તેનું એક કારણ એક આ પણ છે.

  આ પણ વાંચોઃ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, બે ખેતમજૂરો પર વીજળી પડતા એકનું મોત

  બધા ભારત માતાના પુત્ર
  તેમણે કહ્યું કે ભારત તારા ટૂકડા થશે એવું કહેનારા લોકો આવો પ્રયત્ન કરે છે. રાજનીતિ પણ વચ્ચે આવે છે. જોકે, આનાથી બચવાનું છે, સાવધાન રહેવાનું છે. આપણા મનમાં પ્રતિક્રિયા વશ કોઈ ખુન્નસ ન હોવી જોઈએ. ભારતના બધા લોકો ભારત માતાના પુત્ર છે આપણા બંધુ છે. પોત પોતાના સમજાના પ્રમુખોને આ સમજાવવું જોઈએ.

  આ પણ વાંચોઃ-ઇતિહાસમાં પહેલીવાર અખાત્રીજે રાજકોટમાં સોની બજાર સુમસામ, કરોડોનો વેપાર ઠપ

  સંઘનું કામ લોકડાઉનમાં પણ ચાલી રહ્યું છે
  સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘનું કામ લોકડાઉનમાં ચાલી રહ્યું છે. રોજના કામ બંધ છે પરંતુ બીજા કામો એની જગ્યાએ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી નવી છે. જેણે કહેર વર્તાવ્યો છે. પરંતુ તેનાથી ડવાની જરૂર નથી. ઠંડા કલેજે યોજના બનાવી જોઈશે. અને શુ શું કરવાનું છે એ અંગે યોજના બનાવી પડશે. ભયથી દૂર રહીને સુનિયોજિત પ્રયત્ન કરવાનો રહેશે.

  આ પણ વાંચોઃ-રાહતના સમાચાર! ભારતમાં બનશે ઓક્સફોર્ડ ફોર્મૂલાની કોરોના વેક્સિન, જાણો ક્યારે થશે લોંચ

  પાલઘરમાં સન્યાસીઓની હત્યા અંગે દુઃખ થયું
  સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સંન્યાસીઓની હત્યા થઈ, ઉપદ્રવી લોકોએ કરી છે. જેનું દુઃખ બધાના મનમાં છે. ધૈર્ય રાખીને બધી વાત કરવી જોઈએ. 28એ શ્રદ્ધાંજલિ આપવા માટે અમે કંઈ કાર્યક્રમ પણ કરીશું. તેઓ ઉપદ્રવી ન હતા પરંતુ ટોળાએ તેમને મારી નાંખ્યા
  Published by:ankit patel
  First published: