નવી દિલ્હી : ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) વચ્ચે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરવાના અહેવાલો પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભારતે કહ્યું કે, આ મુદ્દે અમારા વલણથી બીજિંગ સારી રીતે અવગત છે અને અમારા આંતરિક મામલાઓ પર અન્ય દેશ ટિપ્પણી ન કરે.
ભારતની આ આકરી પ્રતિક્રિયા જિનપિંગ અને ખાનની વચ્ચે એક બેઠકમાં કાશ્મીર પર ચર્ચા થવા વિશે ચીનના સરકારી મીડિયામાં આવેલા અહેવાલો બાદ આવી છે. અહેવાલો મુજબ, બેઠકમાં શી જિનપિંગે ઈમરાન ખાનને કહ્યુ કે કાશ્મીરમાં સ્થિતિ પર ચીન નજર રાખી રહ્યું છે અને તેઓએ આશા વ્યક્ત કરી કે શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે.
ભારતનું વલણ એકદમ સ્પષ્ટ
વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)ના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે, અમે શી જિનપિંગની ઈમરાન ખાનની સાથે બેઠક વિશે અહેવાલો જોયા છે જેમાં કાશ્મીર પર તેમની વચ્ચે થયેલી ચર્ચાનો પણ ઉલ્લેખ છે. ભારતનું સતત અને સ્પષ્ટ વલણ રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ચીન અમારા વલણથી સારી રીતે અવગત છે. ભારતા આંતરિક મામલાઓ પર અન્ય દેશ ટિપ્પણી ન કરે.
Raveesh Kumar,MEA: India’s position has been consistent and clear that Jammu & Kashmir is an integral part of India. China is well aware of our position. It is not for other countries to comment on the internal affairs of India. 2/2 https://t.co/qBoXbiJMOR
શી જિનપિંગ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે બીજી અનૌપચારિક શિખર બેઠકનો કાર્યક્રમ છે. ચીનના રાષ્ટ્રપતિએ ઈમરાન ખાનને એક બેઠક દરમિયાન ભરોસો આપ્યો કે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્થિતિમાં ફેરફારો છતાંય ચીન અને પાકિસ્તનની વચ્ચે મિત્રતા અતૂટ તથા ચટ્ટાનની જેમ મજબૂત છે.
ચીને કર્યુ પાકિસ્તાનનું સમર્થન
સરકારી ચાઇના ગ્લોબલ ટેલીવિઝન નેટવર્ક (સીજીટીએન)ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ શીએ (ખાનને) ભરોસો આપ્યો છે કે ચીન કાશ્મીરમાં સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. શીને કહ્યુ કે, પોતાના કાયદેસર હિતોના બચાવ કરવામાં ચીન પાકિસ્તાનનું સમર્થન કરે છે અને આશા વ્યક્ત કરે છે કે સંબદ્ધ પક્ષ શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા વિવાદનો ઉકેલ લાવી શકે છે.
ચીને કહ્યુ, દ્વિપક્ષીય રીતે મુદ્દો ઉકેલાય
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મંગળવારે કહ્યુ હતું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ દ્વિપક્ષીય રીતે કરવો જોઈએ. જોકે, ચીનનું આ વલણ આર્ટિકલ 370 (Article 370) પર ભારતના પગલાં બાદના સપ્તાહોમાં કાશ્મીર પર ચીનના વલણમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત આપે છે.
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને ભારત સરકાર દ્વારા 5 ઑગસ્ટે રદ કર્યા બાદ પાકિસ્તાન અને ભારતની વચ્ચે તણાવ વધવાની વચ્ચે ખાને ચીનનો પ્રવાસ કર્યો છે.