Home /News /national-international /

દલિતો માટે નવી પાર્ટી બનવી એ માયાવતી, પાસવાનની નિષ્ફળતાઃ બહુજન આઝાદ પાર્ટી

દલિતો માટે નવી પાર્ટી બનવી એ માયાવતી, પાસવાનની નિષ્ફળતાઃ બહુજન આઝાદ પાર્ટી

  દલિતોના હિતોની વાત કરતી એક નવી પાર્ટીની રચના થવી શું માયાવતી, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલેની નિષ્ફળતા માની શકાય? બહુજન આઝાદ પાર્ટી (BAP)ના ઉપપ્રમુખ વિક્રાંત વત્સલ કંઈક આવો જ દાવો કરી રહ્યા છે.

  બહુજન સમાજ પાર્ટી, આરપીઆઈ, લોક જન શક્તિ પાર્ટી...બાદ હવે દલિતો તેમજ પછાત લોકો માટે કામ કરનાર વધુ એક પાર્ટીનો ઉદય થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે ભણેલા ગણેલા લોકો રાજકારણમાં આવવાથી ચોક્કસ અંતર રાખતા હોય છે, પરંતુ સમાજમાં દબાયેલા લોકો માટે હવે જે પાર્ટી બનવા જઈ રહી છે તે આઈઆઈટીયન્સ દ્વારા બનાવવામાં આવી રહી છે. જોકે, પાર્ટીને ચૂંટણી પંચના નિર્ણયની રાહ છે.

  ફ્રેન્ડ્સ ઓફ બિહાર એ્ડ ઝારખંડ અને મૌકા ફાઉન્ડેશનના બેનર હેઠળ દલિતો તેમજ પછાત વર્ગના બાળકોના શિક્ષણ માટે આઠ વર્ષથી કામ કરી રહેલા લોકોને હવે ભાન થયું કે રાજકારણ દરેક તાળાની ચાવી છે. આ માટે જ આઈઆઈટી દિલ્હીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ચાર મહિના પહેલા પાર્ટીનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. 100 દલિત, ઓબીસી આઈઆઈટિયન્સે નક્કી કર્યું કે 50 લોકો નોકરી કરશે જ્યારે 50 લોકો તળિયાના સ્તર પર કામ કરશે. સાથે જ તેમણે સમાજના આઠ આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસને પણ તેમની સાથે જોડ્યા છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વિક્રાંત વત્સલે પોતાનો એજેન્ડા બતાવ્યો હતો. તેમની સાથેની વાતચીતના અંશો:

  બહુજન આઝાદ પાર્ટીના નવીન કુમાર, સંપથ કુમાર બનોથ અને વિક્રાંત વત્સલ


  સવાલઃ દલિત, ઓબીસી માટે નવી પાર્ટી બનાવવાથી આ વર્ગને મત વહેંચાઈ જશે. શું આનાથી બીજેપીને ફાયદો નહીં થાય?

  વિક્રાંત વત્સલઃ અમે લોકેએ બહુજન સમાજ પાર્ટી સાથે વાતચીત કરી હતી. તેમની દિલ્હી ઓફિસમાં ગયા હતા. ત્યાં અમે લોકોએ કહ્યું કે અમે દલિત, ઓબીસી યુવાઓ માટે કામ કરવા માંગીએ છીએ. પરંતુ તેમનું વલણ સકારાત્મક ન હતું. આ માટે જ અમે નવી પાર્ટી બનાવવાનો નિર્ણય કર્યો છે. માયાવતીની પાર્ટીને સતીશ મિશ્રા ચલાવે છે. પરંતુ અમારી પાર્ટીમાં એક પણ સવર્ણ નથી. અમે દલિતો અને ઓબીસીની વાત કરીએ છીએ, આ માટે અમારી સાથે આ જ સમાજના લોકો જોડાયા છે.

  સવાલઃ જિગ્નેશ મેવાણી, ચંદ્રશેખર અને હવે તમે, શું કહો છો?

  વિક્રાંત વત્સલઃ વર્તમાન પાર્ટીએ સામાજિક ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી હોવાથી જ અમારે સામે આવવું પડ્યું છે. માયાવતીની પાર્ટીથી યુવાઓ દૂર થઈ ગયા છે. અમે લોકો જનસંખ્યાના આધારે પ્રતિનિધિત્વની વાત કરીએ છીએ, જ્યારે આ લોકો કંઈક બીજી જ વાત કરે છે. આ પાર્ટીઓની ખોટી નીતિઓને કારણે આ પાર્ટીઓથી યુવાઓએ મોઢું ફેરવી લીધું છે. એ લોકોએ બીજેપીની ઝંડો પકડી લીધો છે. આ માટે અમે 25થી 45 વર્ષની વયના દલિત, ઓબીસી યુવાઓ પર ફોકસ કરી રહ્યા છીએ.

  સવાલઃ શું સામાજિક ન્યાયની વાત કરનાર પાર્ટીઓ દલિત કે પછાત વર્ગનું કંઈ ભલુ ન કરી શકી?

  વિક્રાંત વત્સલઃ નથી કરી શકી ત્યારે તો નવા દલિત નેતા સામે આવી રહ્યા છે. હકીકતમાં આ પાર્ટીઓની કામ કરવાની પદ્ધતિ જૂની છે. આ લોકો બીજેપીની જેમ યૂથ પર ફોકસ નથી કરી રહ્યા. પરંપરાગત રીતે જ કામ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે જાતિ આધારિત આંકડાઓ જાહેર કરવામાં આવે. એના આધારે જ દલિત, ઓબોસીને દરેક ક્ષેત્રમાં ભાગીદારી મળે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ.

  સવાલઃ અનામતને લઈને તમારું શું માનવું છે?

  વિક્રાંત વત્સલઃ દલિત, પછાતવર્ગ માટે કામ કરનાર પાર્ટીઓએ ગ્રાઉન્ડ લેવલે કામ નથી કર્યું. આનાથી સમાજની અપેક્ષાઓ પૂરી નથી થઈ. અનામતને અપ્રત્યક્ષ રીતે નાબૂદ કરવામાં આવી રહ્યું છે. આના પર આ લોકોએ કોઈ પક્ષ નથી લીધો. હવે રામ વિકાસ પાસવાને કહે છે કે સવર્ણોને પણ અનામત મળવું જોઈએ. જ્યારે બાબા સાહેબ આંબેડકર અનામત સામાજિક આધાર પણ આપીને ગયા હતા, તેનો આર્થિક આધાર ક્યારેય હતો જ નહીં. છતાં આ લોકો બધાને ગરમાર્ગે દોરવા માટે કહે છે કે ગરીબ સવર્ણોને પણ અનામત મળવું જોઈએ. કોઈ એક ગામમાં એક નિમ્ન જાતિનો વ્યક્તિ મહિને રૂ. એક લાખની કમાણી કરે છે અને એ જ ગામનો એક બ્રાહ્મણ રૂ. 10 હજારની કમાણી કરે છે તો પણ એ નિમ્ન વર્ગના વ્યક્તિને એટલી ઈજ્જત નથી મળતી જેટલી પેલા બ્રાહ્મણને મળે છે. તો તમે કેવી રીતે કહી શકો તો બધું બરાબર થઈ ગયું છે.

  સવાલઃ તમે લોકો બિહારમાંથી જ શરૂઆત કેમ કરવા માંગો છો?

  વિક્રાંત વત્સલઃ બિહારમાં કૌભાંડથી વધારે મોટો મુદ્દો સામાજિક ન્યાય છે. બહુજન સમાજના લોકો લાંચ ત્યારે આપશે જ્યારે તેમની પાસે પૈસા હશે. સરકારી સ્કૂલોમાં બહુજન સમાજના સૌથી વધારે સ્ટુડ્ન્ટસ છે પરંતુ તેમની હાલત ખરાબ છે. સરકાર તેમના તરફ ધ્યાન નથી આપી રહી. અમે લોકો બિહારના પછાત બાળકોને ભણાવવાનું કામ કરીએ છીએ. 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી છે. બની શકે કે 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં એક બે બેઠક પર ઉમેદવાર ઉતારવામાં આવે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dalits, Mayawati, OBC, Ramvilas Paswan, બિહાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन