Home /News /national-international /

મહારાષ્ટ્રમાં વિપારી પર IT વિભાગના દરોડા, 32 કિલો સોના સહિત મળી રુ.390 કરોડની બેનામી સંપત્તિ

મહારાષ્ટ્રમાં વિપારી પર IT વિભાગના દરોડા, 32 કિલો સોના સહિત મળી રુ.390 કરોડની બેનામી સંપત્તિ

ITની રેડમાં વેપારીના ઘરેથી 58 કરોડ રોકડા, 32 કિલો સોનું અને બેનામી પ્રોપર્ટીના અનેક દસ્તાવેજો મળ્યા

છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય તપાસ એજન્સી ED બાદ હવે આયકર વિભાગ પણ એક્શનમાં છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાંથી હવે IT વિભાગને મોટી માત્રામાં કેશ મળી આવી છે. આયકર વિભાગે મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ, કપડાં વ્યાપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં દરોડા પાડ્યા છે.

વધુ જુઓ ...
    છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય તપાસ એજન્સી ED બાદ હવે આયકર વિભાગ (Income tax Department) પણ એક્શનમાં છે. બંગાળ બાદ મહારાષ્ટ્ર (Maharashtra)માંથી હવે IT વિભાગને મોટી માત્રામાં કેશ મળી આવી છે. આયકર વિભાગે મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ, કપડાં વ્યાપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં દરોડા(Raid) પાડ્યા છે, જેમાં મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી આવી છે. અહીં IT વિભાગે લગભગ 390 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં 58 કરોડ રૂપિયા કેશ, 32 કિલો સોનું, હીરા-મોતી અને પ્રોપર્ટીના દસ્તાવેજ મળી આવ્યા છે.

    જણાવી દઈએ કે, દરોડામાં મળી આવેલી કેશને ગણવામાં વિભાગને 13 કલાક જેટલો સમય લાગ્યો હતો. ઈન્ક્મટેક્સ વિભાગની નાસિક બ્રાન્ચની ટીમે આ કાર્યવાહી 1થી 8 ઓગસ્ટ દરમિયાન કરી હતી. આ કાર્યવાહીમાં મહારાષ્ટ્રના લગભગ 260 અધિકારી અને કર્મચારીઓ શામેલ હતા. આ કર્મચારીઓ કુલ પાંચ ટીમોમાં વહેંચાયેલા હતા અને દરોડા દરમિયાન કુલ 120 ગાડીઓનો ઉપયોગ થયો હતો.

    દાણચોરીને ડામવા અને ભાગેડુઓને ફરાર થતા અટકાવવા સરકારે લીધો કડક નિર્ણય, હવે કસ્ટમ વિભાગ રાખશે મુસાફરો પર નજર

    સવારે 11થી રાતના 1 વાગ્યા સુધી ગણાઈ કેશ

    કપડાં અને સ્ટીલ વ્યાપારીના ઘરેથી મળી આવેલી કેશને જાલનાની સ્થાનિક સ્ટેટ બેન્કની શાખામાં લઇ જઈને ગણવામાં આવી હતી. કેશ ગણવાનું કામ સવારે 11 વાગ્યે શરુ કરવામાં આવ્યું હતું, જે રાત્રે લગભગ 1 વાગ્યા સુધી ચાલ્યું હતું. આયકર વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્ટીલ કંપનીના ટ્રાન્ઝેક્શનમાં અનિયમિતતાઓ છે, જે બાદ ઈન્ક્મટેક્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને વિભાગે ઘર અને કારખાનાઓમાં દરોડા પાડ્યા હતા. જોકે, ટીમને ઘરેથી કંઈ નહોતું મળ્યું, પરંતુ શહેરની બહાર આવેલ ફાર્મહાઉસમાંથી કેશ, સોનું, હીરા અને દસ્તાવેજ મળી આવ્યા હતા.

    દિલ્હીમાં 'માસ્ક યુગ' ફરી આવ્યો, નવા કોરોના વેરિઅન્ટ બાદ કેસ વધતા જાહેરસ્થળોએ માસ્ક ફરજીયાત

    બંગાળ અને યુપીમાં ED એક્શનમાં

    આ પહેલાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખરજીના ઘરેથી લગભગ 50 કરોડ કેશ જપ્ત કર્યા હતા. સાથે સાથે EDએ અમુક પ્રોપર્ટી પણ એટેચ કરી હતી. અગાઉ ઉત્તરપ્રદેશના કાનપુરના એક કારોબારી પિયુષ જૈનના ઘરેથી પણ દરોડામાં 197 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા હતા. જેની સાથે વિભાગે કરોડો રૂપિયાની અન્ય પ્રોપર્ટીઝ એટેચ કરી હતી.

    તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ચિકિત્સા શિક્ષા વિભાગમાં ફરજ બજાવતા એક ક્લાર્કના ઘરે EOWએ દરોડા પાડ્યા હતા. જેમાં 85 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. તેમજ કલાર્કની ચાર કરોડની અલગ-અલગ પ્રોપર્ટીઝના દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: IT raid, આવકવેરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन