Home /News /national-international /

આવકવેરા વિભાગનો ગાળિયો પુષ્પરાજ જૈનના ગળામાં, જાણો કઇ-કઇ જગ્યાએ પાડ્યા દરોડા

આવકવેરા વિભાગનો ગાળિયો પુષ્પરાજ જૈનના ગળામાં, જાણો કઇ-કઇ જગ્યાએ પાડ્યા દરોડા

ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે પુષ્પરાજ જૈન પર કાર્યવાહી હાથ ધરી છે

Pushpraj Jain - 2016માં તેમના ચૂંટણી એફિડેવિટ મુજબ, પુષ્પરાજ અને તેમના પરિવાર પાસે 37.15 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 10.10 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે

કન્નૌજ : કન્નૌજ (Kannauj)માં સમાજવાદી પાર્ટીના MLC (Samajvadi Party MLC) અને પરફ્યુમના વેપારી પુષ્પરાજ જૈન (Perfume Business man Pushpraj Jain) ઉર્ફે પમ્પી જૈનના ઘરેથી લઈ અલગ-અલગ જગ્યાઓ પર સવારથી જ આવકવેરા વિભાગના દરોડા (IT Raid) ચાલુ છે. પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન(Piyush Jain) પર સકંજો કસ્યા બાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે પુષ્પરાજ જૈન પર કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગના આ દરોડા કન્નૌજ, કાનપુર, નોઈડા, હાથરસથી મુંબઈ સુધી ચાલી રહ્યા છે. પુષ્પજૈન ઉપરાંત કન્નૌજના પરફ્યુમના વેપારી મલિક મિયાંના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પીયૂષના ઘરેથી મળી કરોડોની રોકડ

પીયૂષ જૈનના ઘરેથી આશરે 196 કરોડ રોકડ, 23 કિલો સોનું અને 6 કરોડનું ચંદનનું તેલ ઝડપાયા બાદ આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે સવારે કન્નૌજના અત્તર વેપારીઓ પુષ્પરાજ જૈન અને મલિક મિયાં પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આવકવેરા વિભાગ મુંબઈની શાખા સાથે જોડાયેલા પુષ્પરાજ જૈનના બેંક ખાતાની પણ તપાસ કરી રહ્યું છે.

પુષ્પરાજ જૈનની વિવિધ જગ્યાએ દરોડા

આવકવેરા વિભાગ દ્વારા પુષ્પરાજ જૈનના કન્નૌજના ઘર અને ફેક્ટરી અને હાથરસ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. પુષ્પરાજ જૈનની પરફ્યુમ ફેક્ટરી પર આવકવેરા વિભાગના અડધા ડઝનથી વધુ અધિકારીઓએ તપાસ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુષ્પરાજ જૈન સહિત વિવિધ બિઝનેસમેનના કુલ 50 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - રામલલાનું મંદિર બની રહ્યું છે, રોક સકો તો રોક લો...અયોધ્યામાં અમિત શાહે કોને આપ્યો પડકાર

જૈનની ઓફિસમાં પહોંચી ટીમ

પમ્પી જૈનની ઓફિસમાં આવકવેરા વિભાગની ટીમે ધામા નાખ્યા છે. અહીં પણ આવકવેરા વિભાગની ટીમ બે વાહનો સાથે પહોંચી છે. આવકવેરા વિભાગની સૌથી મોટી કાર્યવાહી કન્નૌજમાં ઘર અને ફેક્ટરીમાં કરવામાં આવી રહી છે. પુષ્પજૈનનું ઘર કન્નૌજમાં હોવાને કારણે આવકવેરા વિભાગની ટીમ સવારથી જ અહીં મોટા પાયે દરોડા પાડી રહી છે.

નોઇડાથી માંડીને મુંબઇ સુધી દરોડા

આવકવેરા વિભાગની ટીમે નોઈડા અને મુંબઈમાં પણ દરોડા પડ્યા હોવાનું જાણવા મળે છે. હાલમાં ટીમને પુષ્પજૈનના ઘર અને અલગ-અલગ જગ્યાએ આવેલી ઓફિસોમાંથી શું મળ્યું છે અને પુષ્પજૈન પર ક્યા આક્ષેપો છે તે જાણવા મળ્યું નથી. આવકવેરાની મુંબઈની ટીમે પુષ્પરાજ જૈનના ઠેકાણાઓમાં DGGIની મદદથી આ દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે પુષ્પરાજ જૈનની રીજનલ ઓફિસ મુંબઈમાં છે. તેનો પરફ્યુમનો બિઝનેસ મિડલ ઇસ્ટ દેશોમાં ફેલાયેલો છે.

આ પણ વાંચો - પતિએ પોતાની પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા, વાયરલ વીડિયો કેસમાં હવે આવ્યો આવો નવો ટ્વિસ્ટ

કોણ છે પુષ્પરાજ જૈન?

પુષ્પરાજ જૈન 2016માં ઇટાવા-ફર્રુખાબાદથી MLC તરીકે ચૂંટાયા હતા. તે પ્રગતિ એરોમા ઓઈલ ડિસ્ટિલર્સ પ્રાઈવેટ લિમિટેડના સહ-માલિક છે. તેમના વ્યવસાયની શરૂઆત તેમના પિતા સવઈલાલ જૈન દ્વારા 1950માં કરવામાં આવી હતી. પુષ્પરાજ અને તેના ત્રણ ભાઈઓ કન્નૌજમાં બિઝનેસ ચલાવે છે અને એક જ ઘરમાં રહે છે. MLC પુષ્પરાજનું મુંબઈમાં એક ઘર અને ઓફિસ છે, જ્યાંથી તે મુખ્યત્વે મિડલ ઇસ્ટના લગભગ 12 દેશોમાં નિકાસ કરે છે. તેના ત્રણ ભાઈઓમાંથી બે મુંબઈ ઓફિસમાં કામ કરે છે જ્યારે ત્રીજો તેની સાથે કન્નૌજમાં મેન્યુફેક્ચરિંગ સેટઅપ પર કામ કરે છે.

કરોડોની સંપત્તિના માલિક છે જૈન

2016માં તેમના ચૂંટણી એફિડેવિટ મુજબ, પુષ્પરાજ અને તેમના પરિવાર પાસે 37.15 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 10.10 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેણે કન્નૌજની સ્વરૂપ નારાયણ ઈન્ટરમીડિયેટ કોલેજમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. શુક્રવારે દરોડા શરૂ થયા બાદ પુષ્પરાજે કહ્યું હતું કે, પિયુષ જૈન સાથે મારે કોઈ લેવાદેવા નથી.
First published:

Tags: Piyush Jain, Pushpraj Jain, Samajvadi Party

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन