ઈમરાનના વિરુદ્ધ થઈ ગઈ પાકિસ્તાની બેન્ક, કહ્યું - બંધ કરો આતંકવાદ, થઈ જઈશું કંગાળ

News18 Gujarati
Updated: February 23, 2019, 10:34 PM IST
ઈમરાનના વિરુદ્ધ થઈ ગઈ પાકિસ્તાની બેન્ક, કહ્યું - બંધ કરો આતંકવાદ, થઈ જઈશું કંગાળ
એફએટીએફએ ચેતાવણી આપતા કહ્યું કે, જો ઓક્ટોબર, 2019 સુધી પાકિસ્તાન તેની 27 માંગો પર કામ નહી કરે તો, તેને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટમાં નાખી દેવામાં આવશે.

એફએટીએફએ ચેતાવણી આપતા કહ્યું કે, જો ઓક્ટોબર, 2019 સુધી પાકિસ્તાન તેની 27 માંગો પર કામ નહી કરે તો, તેને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટમાં નાખી દેવામાં આવશે.

  • Share this:
પાકિસ્તાનની મોટાભાગની બેન્કો ઈમરાન સરકારના વિરુદ્ધ થઈ ગઈ છે. ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાડોસી મુલ્કને ગ્રે લિસ્ટમાંથી બહાર નહી કરવા પર હવે પાકિસ્તાનની તમામ બેન્કો સરકારના વિરુદ્ધ ખુલીને આવી રહી છે. બેન્કર્સે સરકાર પાસે માંગ કરી છે કે તે આતંકવાદીઓની મદદ કરવાનું બંધ કરે, નહી તો અગામી દિવસોમાં એકદમ કંગાળ થઈ જઈશું.

હવાલા બિઝનેસ પર લાગી રોક
બેન્કોના સંગઠને સરકારને કહ્યું કે, તે તુરંત આતંકવાદીઓને ફન્ડીંગ અને હવાલા કારોબાર પર રોક લગાવે. પાકિસ્તાનના બેન્કર્સને ડર છે કે, પાકિસ્તાન સરકાર આતંકવાદને આર્થિક મદદ કરવાની આદત નહી છોડે તો, તે ડૂબી જશે.

વિદેશી રોકાણ પર પડશે અસર
બેન્કોનું કહેવું છે કે, જો સરકાર આ પગલુ નહી ઉઠાવે તો પછી મુલ્કમાં થતા વિદેશી રોકાણ પર ખરાબ અસર પડશે. જો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી નીકાળી બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે છે તો, પાકિસ્તાનમાં વિદેશી રોકાણ જીરો થઈ જશે. પાકિસ્તાનના બેન્કર્સે કહ્યું કે, પાકિસ્તાનને એફએટીએફના નિર્દેશોને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ.

27 માંગો પર કરવાનું છે કામએફએટીએફે કહ્યું કે, પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનોને ફન્ડીંગ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. એફએટીએફએ ચેતાવણી આપતા કહ્યું કે, જો ઓક્ટોબર, 2019 સુધી પાકિસ્તાન તેની 27 માંગો પર કામ નહી કરે તો, તેને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટમાં નાખી દેવામાં આવશે.

બેઠકમાં સામેલ રહેલા ભારતીય અધિકારીએ જણાવ્યું કે, એફએટીએફે પાકિસ્તાનને મે, 2019 સુધી કાર્યયોજનાને પુરી કરવા કહ્યું છે. જૂન 2019માં આની ફરી સમીક્ષા કરવામાં આવશે. હવે પાકિસ્તાન પાસે ઓક્ટોબર સુધીનો સમય છે. જો તે સુધાર નહી કરે તો, તેને બ્લેક લીસ્ટમાં કરી દેવામાં આવશે.

એફએટીએફેએ પુલવામા હુમલાની કરી નીંદા
એફએટીએફેએ કહ્યું કે, તે ગત અઠવાડીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર થયેલા આતંકી હુમલા પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે, અને તેની નીંદા કરે છે.

શું હોય છે એફએટીએફ
આની રચના 1989માં દુનિયાના 37 દેશોએ ભેગા મળી કરી હતી. આનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને મની લોન્ડ્રીંગ અને આતંકી ફન્ડીંગ જેવા ખતરાથી દુનિયાને બચાવવાની છે. આ વૈશ્વિક આતંકી સંગઠનો પર નાણાકીય પ્રતિબંધ લગાવવા માટે એક પ્રહરી તરીકે કામ કરતું સંગઠન છે.
First published: February 23, 2019, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading