ટ્રમ્પના ભારત પ્રવાસમાં કાશ્મીર પર થશે વાત? અમેરિકી વિદેશ વિભાગે આપ્યો જવાબ

ટ્રમ્પના ભારત પ્રવાસમાં કાશ્મીર પર થશે વાત? અમેરિકી વિદેશ વિભાગે આપ્યો જવાબ
ટ્રમ્પના ભારત પ્રવાસમાં કાશ્મીર પર થશે વાત? અમેરિકી વિદેશ વિભાગે આપ્યો જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ભારત યાત્રા પર બધા લોકોની નજર બનેલી છે

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ભારત યાત્રા પર (Donald Trump India Visit) બધા લોકોની નજર બનેલી છે. ભારતની સાથે-સાથે પાકિસ્તાને પણ ટ્રમ્પની યાત્રા પર નજર બનાવેલી છે. આવામાં સવાલ છે કે શું આ યાત્રા દરમિયાન જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)નો મામલો પણ ઉઠશે. સરકારના સૂત્રોના મતે આ સવાલ પર અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દાને દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઈએ. આર્ટિકલ 370 (Article 370) પર મંત્રાલયે કહ્યું કે કોઈ કાનૂનમાં ફેરફાર ભારતનો આંતરિક મુદ્દો છે. કેટલાક લોકો આ મુદ્દાને ઉઠાવતા રહેશે પણ ભારત-અમેરિકાના સંબંધોમાં હવે આ મહત્વપૂર્ણ ફેક્ટર નથી.

  તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ઘણી વખત કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાત કરી ચૂક્યા છે. જોકે ભારત દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે આ મુદ્દા પર કોઈ ત્રીજા વ્યક્તિની વાત સાંભળશે નહીં. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે મધ્યસ્થતા બંનેની સ્વિકાર્યતા પર નિર્ભર કરે છે. ભારતને કોઈની મધ્યસ્થતા સ્વિકાર નથી. સરકારના સૂત્રોના મતે અમારા મતે કાશ્મીરનો મુદ્દો એટલો મહત્વનો રહેશે નહીં. અમેરિકાના પ્રતિનિધી ભારત જઈ ચૂક્યા છે. અમે મોટાભાગના પ્રતિબંધો ત્યાંથી હટાવી દીધા છે.  આ પણ વાંચો - કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું - ટ્રમ્પ કોઈ ભગવાન છે, જે 70 લાખ લોકો તેમનું સ્વાગત કરશે

  પાકિસ્તાન સતત કાશ્મીરના મુદ્દાને વૈશ્વિક સ્તર પર ઉઠાવતો રહ્યું છે. તે સતત આ મુદ્દા પર ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી ચૂક્યું છે. જોકે તેની એકપણ ચાલ ચાલી નથી. અમેરિકા સામે પણ ઘણી વખત વાત કરી છે પણ વાત બનતી નથી. હવે આ જવાબથી તેમને નિરાશા હાથ લાગશે.

  સૂત્રોના મતે અફઘાનિસ્તાનમાં શાંતિનો મુદ્દો ડોનાલ્ડ ટ્રમ્પ દરમિયાન ઉઠશે. અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે શાંતિ સમજુતી તરફ વધી રહ્યું છે. ભારત માટે આ એક ચિંતાનો વિષય છે. જે અંતર્ગત અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકો થોડા સમયમાં પાછા ફરશે.
  First published:February 19, 2020, 20:41 pm

  टॉप स्टोरीज