શ્રીહરિકોટા. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Space Research Oraganization- ISRO)એ ગુરૂવાર સવારે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-03ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો પરંતુ થોડા સમય બાદ મિશનને મોટો આંચકો લાગી ગયો. રોકેટના ક્રાયોજેનિક સ્ટેજમાં આવેલી ટેકનીકલ ખામીને કારણે મિશન (ISRO EOS-03 satellite mission failed) પૂરું ન થઈ શક્યું. 51.70 મીટર લાંબા રોકેટ GSLV0F10/ EOS-3ને 26 કલાકના કાઉન્ટ ડાઉન ખતમ થવાના તરત બાદ સવારે 05:43 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. લિફ્ટ-ઓફથી પહેલા, લોન્ચ ઓથોરાઇઝેશન બોર્ડની યોજના અનુસાર સામાન્ય લિફ્ટ-ઓફ માટે ડેકને મંજૂરી આપવામાં આવી. મિશન કન્ટ્રોલ સેન્ટર (ISRO Mission Control Center)ના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, રોકેટના પહેલા અને બીજા સ્ટેજમાં બધું સામાન્ય રહ્યું હતું. થોડીક મિનિટો બાદ જ્યારે તકલીફ આવી તો વૈજ્ઞાનિકોએ પરસ્પર ચર્ચા કરી. ત્યારબાદ મિશન કન્ટ્રોલ સેન્ટરમાં રેન્જ ઓપરેશન્સ ડાયરેક્ટર દ્વારા તેની ઘોષણા કરવામાં આવી, ‘રોકેટના પર્ફોમન્સમાં તકલીફ સર્જાવાના કારણે મિશન સંપૂર્ણપણે પૂરી નથી થઈ શક્યું.’
ISROના ચીફે શું કહ્યું?
આ બાબતે મિશન કન્ટ્રોલ સેન્ટરમાં રેન્જ ઓપરેશન્સના નિદેશકે ઘોષણા કરી કે, ‘ક્રાયોજેનિક સ્ટેજમાં તકલીફ સર્જાઈ હતી. મિશન સંપૂર્ણપણે સફળ નથી થયું.’ બાદમાં ISROના અધ્યક્ષ કે. સિવન (K.Sivan)એ જણાવ્યું કે, ‘ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીના કારણે મિશન સંપૂર્ણપણે સફળ નથી રહ્યું.’ તેની સાથોસાથ ઇસરોએ કહ્યું કે, ‘ટેકનીકલ ખામીઓને કારણે ક્રાયોજેનિક અપર સ્ટેજ ઇગ્નિશન ન થઈ શક્યું, મિશનને યોજના મુજબ પૂરું કરી શકાયું નથી.’
GSLV-F10 launch took place today at 0543 Hrs IST as scheduled. Performance of first and second stages was normal. However, Cryogenic Upper Stage ignition did not happen due to technical anomaly. The mission couldn't be accomplished as intended: ISRO
નોંધનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (Earth Observation Satellite- EOS)ની મુખ્ય વિશેષતા એ છે કે તે પસંદગી કરેલા કોઈ મોટા વિસ્તારની વાસ્તવિક સમયની તસવીરો સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની અલ્પકાલિક ઘટનાઓ પર ત્વરિત નજર રાખવામાં મદદ કરતું. આ ઉપગ્રહ કૃષિ, જળ સ્રોોણતોની શોધની સાથોસાથ વાવાઝોડા પર નજર રાખવી, વાદળ ફાટવા જેવી અનેક કુદરતી આપત્તિઓ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં પ્રયોગમાં લાવવા માટે મહત્વ્તપૂર્ણ જાણકારી આપતું.
જો ઇસરોનું આ મિશન સફળ થયું હોત તો સવારે લગભગ સાડા દસ વાગ્યાથી સેટેલાઇટ ભારતની તસવીરો લેવાનું શરૂ કરી દેતું. આ લોન્ચની સાથે ઇસરોએ પહેલીવાર ત્રણ કામ હાથ ધરવાના હતા. પહેલું કામ- સવારે પોણા છ વાગ્યે સેટેલાઇટ લોન્ચ કર્યો. બીજું કામ- જિયો ઓર્બિટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને સ્થાપિત કરવાનો હતો. ત્રીજું કામ- ઓજાઇવ પેલોડ ફેયરિંગ એટલે કે મોટા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવાનો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર