કોરોનાના કારણે ISROના ગગનયાન અને ચંદ્રયાન-3 સહિત અનેક પ્રોજેક્ટ્સમાં થઈ શકે છે વિલંબ

News18 Gujarati
Updated: June 11, 2020, 2:54 PM IST
કોરોનાના કારણે ISROના ગગનયાન અને ચંદ્રયાન-3 સહિત અનેક પ્રોજેક્ટ્સમાં થઈ શકે છે વિલંબ
ચંદ્રયાન-2ના લૉન્ચિંગ દરમિયાનની ફાઇલ તસવીર (PTI)

ઇસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ વર્ષે UAV શક્ય નહીં બને

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ની અસર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ઉપર પણ પડી છે. ભારત આ વર્ષે સ્પેસમાં નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ કોવિડ-19 (Covid-19)ના પ્રકોપે તેની પર થોડાક સમય માટે ગ્રહણ લગાવી દીધું છે. મળતી જાણકારી મુજબ ઇસરોના ગગનયાન (Gaganyaan) પ્રોજેક્ટમાં હવે થોડા સમયનો વિલંબ થઈ શશે. ગગનયાન અંતર્ગત વ્યોમમિત્ર (Vyom mitra) પ્રોટોટાઇપને સ્પેસમાં લઈ જવાવાળું મિશન હવે વર્ષ 2021માં થઈ શકશે. આ ઉપરાંત આ મહામારીના કારણે ભારતના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-3 (Chandrayaan-3)માં પણ વિલંબ થશે. માનવામાં આવી રહ્યું છે કે ઇસરો ફરીથી પ્લાનિંગનું રિશિડ્યૂલિંગ કરી રહ્યું છે.

એક સિનીયર વૈજ્ઞાનિકે જણાવ્યું કે, અમને જે પ્લાનિંગ આપવામાં આવ્યું છે તેમાં ગગનયાન હેઠળ આ વર્ષે જનારી યોજનાબદ્ધ ફ્લાઇટ આ વખતે પ્રોગ્રામ્સમાં નથી. તે હવે વર્ષ 2021 સુધી ખસેડવામાં આવી છે. તેનાથી ગગનયાન માટે વર્ષ 2022ની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે પણ પ્રભાવિત થશે.

અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ અનુસાર ઇસરોના અધ્યક્ષ કે. સિવન (Isro Chief K sivan)એ જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ વર્ષે UAV શક્ય નહીં બને. અમે GIST-1 સહિત તમામ પાંચથી છ મિશનોની યોજના બનાવી રહ્યા છીએ, જેને લોન્ચ આ વર્ષના શરૂઆતમાં સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, Fact Check: શું 15 જૂનથી દેશભરમાં ફરી લૉકડાઉન લાગુ થશે?

સ્પેસ એજન્સી દ્વારા ગગનયાન માટે તૈયાર કરવામાં આવેલા પ્લાનિંગ મુજબ UAV ઉડાન પહેલા થશે જે મનુષ્યો અંતરિક્ષમાં મોકલતાં પહેલા સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. UAVના સ્થગિત થવાનો અર્થ એવો પણ થાય કે ઇસરોને આગામી વર્ષે બે માનવરહિત મિશન શરૂ કરવા પડશે.
રિપોર્ટ અનુસાર સિવને કહ્યું કે, અમારી યોજના માનવરહિત વિમાનમાં માનવ લઈ જવાની છે. અમે આવતા વર્ષે બે માનવરહિત મિશન શરૂ કરીશું કે નહીં તે બાબત તે સમયની પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. જો કોવિડની અસર રહી તો અમારે અમારી કેટલીક યોજનાઓ પર ફરીથી વિચાર કરવો પડશે. તેઓએ કહ્યું કે ચંદ્રયાન-3 પણ જે વર્ષ 2020ના અંત કે જાન્યુઆરી 2021 સુધીમાં લૉન્ચ કરવાનું હતું તે પણ સ્થગિત કરી દેવામાં આવશે.

આ પણ વાંચો, 72 વર્ષીય દુર્ગા પ્રસાદે લખી ‘કોરોના ચાલીસા’, PM મોદીને પણ મોકલી
First published: June 11, 2020, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading