Home /News /national-international /આ મહિને પોતાની પ્રથમ કોમર્શિયલ લોન્ચીંગ કરશે ઈસરો, વનવેબના 36 ઉપગ્રહોને LEOમાં મોકલશે

આ મહિને પોતાની પ્રથમ કોમર્શિયલ લોન્ચીંગ કરશે ઈસરો, વનવેબના 36 ઉપગ્રહોને LEOમાં મોકલશે

ISRO (ફાઈલ ફોટો)

વનવેબ ઈંડિયા-1 મિશન/એલવીએમ3 એમ2' અંતર્ગત થનારા 36 ઉપગ્રહોનું આ પ્રક્ષેપણ ઈસરોના LVM3 ની ગ્લોબલ કોમર્શિયલ સંચાર ઉપગ્રહોને લો અર્થ ઓર્બિંટમાં લોન્ચ કરવા માટે વન વેબની સાથે 2 સર્વિસ કોન્ટ્રેક્ટ સાઈન કર્યા છે.

  બેંગલુરુ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો)એ ગુરુવારે જાણકારી આપી છે કે, તે યૂનાઈટેડ કિંગડમના વૈશ્વિક સંચાર નેટવર્ક વન વેબના 36 ઉપગ્રહોને પોતાના સૌથી ભારે લોન્ચર LVM3 અથવા લોન્ચ વ્હીકલ માર્ક III દ્વારા આ મહિનાના અંતમાં અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરશે. 'વનવેબ ઈંડિયા-1 મિશન/એલવીએમ3 એમ2' અંતર્ગત થનારા 36 ઉપગ્રહોનું આ પ્રક્ષેપણ ઈસરોના LVM3 ની ગ્લોબલ કોમર્શિયલ સંચાર ઉપગ્રહોને લો અર્થ ઓર્બિંટમાં લોન્ચ કરવા માટે વન વેબની સાથે 2 સર્વિસ કોન્ટ્રેક્ટ સાઈન કર્યા છે.

  આ પણ વાંચો: કર્ણાટકમાં દલિત વ્યક્તિનું જબરદસ્તી ધર્માંતરણ, સૂન્નત કરાવી બીફ ખવડાવ્યું

  ઈસરોએ ગુરુવારે એક ટ્વિટમાં કહ્યું કે, તે વન વેબની સાથે પોતાના અનુબંધ અંતર્ગત આંધ્ર પ્રદેશના શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કંપનીના 36 ઉપગ્રહોને LVM3 દ્વારા પૃથ્વીની નિચલી કક્ષામાં સ્થાપિત કરશે. આ લોન્ચ સાથે વનવેબ પોતાના ‘Gen 1 LEO Constellations’પ્લાન અંતર્ગત 70 ટકાથી વધારે અચીવ કરી લશે. કંપનીનો આ પ્રજેક્ટ ગવર્નમેન્ટ, બિઝનેસ અને સામાન્ય લોકોને હાઈ સ્પિડ કનેક્ટિવિટી સર્વિસ આપવા માટે છે.  ઈસરોએ પોતાના ટ્વિટર હેંડલ પર લોન્ચની તૈયારીઓ વિશે વિવરણ શેર કર્યા છે. જેમાં કહેવાયું છે કે, આવનારા દિવસોમાં લોન્ચ વ્હીકલના ક્રાયોજેનિક અપર સ્ટેજનું ઈંટીગ્રેશન અને 36 સેટેલાઈટ્સની સાથે પેલોડ ફેયરિંગનું ઈંટીગ્રેશન પુરુ થશે. જેમાંથી આ પ્રોજેક્ટ ઓક્ટોબરના ત્રીજા અથવા ચોથા અઠવાડીયા સુધી લોન્ચ માટે તૈયાર થશે. વનવેબ 648LEO ઉપગ્રહોનું એક જૂથ દ્વારા સંચાલિત વૈશ્વિક સંચાર નેટવર્ક છે. જેનું હેડક્વાર્ટર લંડનમાં છે. ફેબ્રુઆરી 2019માં તેની સ્થાપના થઈ હતી. તેનો ઉદ્દેશ્ય LEO ઉપગ્રહોના એક જૂથના માધ્યમથી દુનિયાભરમાં દરેક જગ્યાએ કનેક્ટિવિટી આપવાની છે. ભારતી એરટેલ વનવેબની એક મુખ્ય રોકાણકાર અને શેરધારક કંપની છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: ISRO satellite launch

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन