Home /News /national-international /ISRO આજે લોંચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'KalamSAT'

ISRO આજે લોંચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'KalamSAT'

PSLV C-44

કલામ સેટ સેટેલાઇટને ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે તૈયાર કર્યો છે. આનું નામકરણ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ મિસાઇલ મેન ડોક્ટર એપીજે એબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે.

 ન્યૂઝ18 ગુજરાતી : ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) આજે દુનિયાનો સૌથી નાનો સેટેલાઇ ‘KalamSAT’ લોંચ કરશે. ઇસરોના સેટેલાઇટ લોંચ વ્હિકલ (PSLV)C-44ના માધ્યમથી 'કલામસેટ' અને માઇક્રોસેટને શ્રી હરીકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોંચ કરવામાં આવશે.

કલામ સેટ સેટેલાઇટને ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે તૈયાર કર્યો છે. આનું નામકરણ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ મિસાઇલ મેન ડોક્ટર એપીજે એબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે. ક્લાસમેટ દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ છે.

સ્પેસની દુનિયામાં નવા કારનામા કરવા માટે પ્રસિદ્ધ ઇસરોએ દરેક સેટેલાઇટ લોન્ચિંગ મિશનમાં PS-4 પ્લેટફોર્મને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સેટેલાઇટ માટે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કલામસેટ એટલો નાનો છે કે તેને ફેમ્ટો શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ISRO ચીફની જાહેરાત: ડિસેમ્બર 2021 પહેલા અંતરિક્ષમાં મોકલાશે ભારતીય એસ્ટ્રોનોટ

નોંધનીય છે કે ઇસરો વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને ઉપગ્રહ બનાવવાને બદલે પે-લોડ બનાવવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આનાથી ઇસરોને મદદ મળશે તેમજ વિદ્યાર્થીઓ તરફથી તૈયાર કરવામાં આવેલા પે-લોડને પીએસ-4માં ફિટ કરીને અંતરિક્ષમાં મોકલી દેવામાં આવશે.

આ પણ વાંચો : ISROનાં સેટેલાઇટની પહેલી તસવીર, સ્પેસમાંથી આવું દેખાય છે ઇન્દોરનું સ્ટેડિયમ
First published:

Tags: K Sivan, Satellite, અંતરિક્ષ, ઇસરો