Home /News /national-international /

ISROએ સફળતાપૂર્વક દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'KalamSAT' લોંચ કર્યો

ISROએ સફળતાપૂર્વક દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'KalamSAT' લોંચ કર્યો

ઇસરોએ ગુરુવારે રાત્રે એક સાથે 31 ઉપગ્રહ લોંચ કર્યાં હતાં.

ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા KalamSATને લોંચ કરવા માટે ISROએ એક પણ રૂપિયો લીધો નથી.

    નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ગુરુવારે મોટી ઉડાન ભરી છે. પોલાર સેટેલાઇટ લોંચ વ્હિકલ (PSLV) સી-43 દ્વારા ઇસરોએ 31 સેટેલાઇટને સફળતાપૂર્વક લોંચ કર્યા હતા. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી ગુરુવારે રાત્રે આ ઉપગ્રહ લોંચ થયા હતા. આ ઉપગ્રહ સફળતા પૂર્વક તેની ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ ગયો હતો. ઇસરો તરફથી આ ઉપગ્રહને લોંચ કરવા માટે એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. આ ઉપગ્રહને એક ખાનગી સંસ્થા "Space Kidz India"ના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે. આ ઉપગ્રહનું વજન ફક્ત 1.26 કિલોગ્રામ છે.

    આ ઉપગ્રહને તૈયાર કરવામાં રૂ. 12 લાખનો ખર્ચ થયો હતો. ઉપગ્રહને છ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, આ માટે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ છ વર્ષથી સંશોધન કરી રહ્યું હતું.

    આ પહેલા કલામસેટનું એક વર્ઝન તૈયાર કરવામાં આવ્યું હતું જેને "ગુલાબ જામુન" નામ આપવામાં આવ્યું હતું. આ ઉપગ્રહનું વજન ફક્ત 64 ગ્રામ હતું. આ ઉપગ્રહને NASA તરફથી 2017ના વર્ષમાં લોંચ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઉપગ્રહ તેની ભ્રમણકક્ષામાં પહોંચ્યો ન હતો.

    ગુરુવારે રાત્રે કલામસેટ ઉપરાંત 740 કિલોનો Microsat-R સેટેલાઇટ પર લોંચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઇટની મદદથી સંસોધકોને અભ્યાસ માટે પૃથ્વીના હાઇ-રિઝોલ્યૂશન ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકાશે.

    44.4 મીટર લાંબા અને 260 ટન વજન ધરાવતા PSLVએ બંને ઉપગ્રહને સફળતાપૂર્વક તેની ઓર્બિટમાં સ્થાપિત કર્યા હતા. PSLVનું આ 46મું લોન્ચિંગ હતું.

    કલામસેટનું નામકરણ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ મિસાઇલ મેન ડોક્ટર એપીજે એબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે. ક્લાસમેટ દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ છે.

    PM મોદીએ પાઠવી શુભેચ્છા



    નોંધનીય છે કે ઇસરો વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને ઉપગ્રહ બનાવવાને બદલે પે-લોડ બનાવવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આનાથી ઇસરોને મદદ મળશે તેમજ વિદ્યાર્થીઓ તરફથી તૈયાર કરવામાં આવેલા પે-લોડને પીએસ-4માં ફિટ કરીને અંતરિક્ષમાં મોકલી દેવામાં આવશે.

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: KalamSAT, Nasa, Satellite, અંતરિક્ષ, ઇસરો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन