નવી દિલ્હી : ઇસરોએ (ISRO)સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી (sriharikota)રવિવારે સવારે 9.18 કલાકે રોકેટ લોન્ચ (isro new sslv rocket)કર્યું છે. ઇસરોએ પોતાના પ્રથમ લધુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન SSLV-D1 ને પૃથ્વી અવલોકન ઉપગ્રહ અને છાત્ર નિર્મિત એક ઉપગ્રહ ‘AzadiSAT’સાથે લોન્ચ કર્યું. રોકેટે યોગ્ય રીતે કામ કરતા બન્ને સેટેલાઇટ્સને તેના નિર્ધારિત કક્ષામાં પહોંચાડ્યા હતા અને રોકેટ અલગ થઇ ગયું હતું. જોકે આ પછી સેટેલાઇટ્સ ડેટા મળવાના બંધ થઇ ગયા હતા. ISROના પ્રમુખ એસ સોમનાથે કહ્યું કે ઇસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. અમે જેવી લિંક સ્થાપિત કરી લઇશું, દેશને જાણ કરીશું.
એસએસએલવી દ્વારા ઇસરાએ જે બે સેટેલાઇટ્સને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યા તેમાં EOS02 એક અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઇટ છે. જે 10 મહિના માટે અંતરિક્ષમાં કામ કરશે. તેનું વજન 142 કિલોગ્રામ છે. તેમાં મિડ અને લોંગ વેવલેન્થ ઇંફ્રારેડ કેમેરો લાગેલો છે. જેનું રેઝોલ્યૂશન 6 મીટર છે. એટલે કે રાત્રે પણ નજર રાખી શકે છે.
લોન્ચિંગના લગભગ 13 મિનિટ પછી એસએસઅએલવીએ સૌથી પહેલા ઇઓએસ-02ને ઇચ્છિત કક્ષામાં સ્થાપિત કર્યો હતો. આ ઉપગ્રહને ઇસરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે પછી આઝાદીસૈટને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યો. જોકે આ બન્ને ઉપગ્રહોથી ઇસરોનો સંપર્ક તૂટી ગયો છે. એસએસએલવી 34 મીટર લાંબો છે જે પીએસએલવીથી લગભગ 100 મીટર નાનો છે અને પીએસએલવીના 2.8 મીટરની સરખામણીમાં તેનો વ્યાસ 2 મીટર છે. એસએસએલવીનું ઉત્થાપન દ્રવ્યમાન 120 ટન છે જ્યારે પીએસએલવી 320 ટન છે. જે 1800 કિલોગ્રામ સુધીના ઉપકરણ લઇ જઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર