ન્યૂઝ18 ગુજરાતી: વર્ષ 2021 સુધી પહેલી વાર ઇસરોના સેટેલાઇટથી કોઈ ભારતીય અંતરિક્ષમાં જશે. આ વાતની જાહેરાત આજે ઇસરોના ચેરમેન કે સિવને કરી. અંતરિક્ષ પર માનવ મિશન મોકલનારો ભારત દુનિયાનો ચોથો દેશ હશે. આ મિશન માટે અંતરિક્ષ યાત્રીને વિદેશમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
ગગનયાન વિશે વાત કરતાં સિવને કહ્યું કે, ઇસરો મહિલા અંતરિક્ષ યાત્રીને પણ તેમાં સામેલ કરવા માંગે છે, પરંતુ તે સિલેક્શનની પ્રક્રિયા પર આધાર રાખે છે.
કે સિવને જણાવ્યું કે, ગગનયાન મિશનની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરો માટે આ બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ હશે. ગગનયાન માટે પ્રાથમિક ટ્રેનિંગ ભારતમાં આપવામાં આવશે અને એડવાન્સ ટ્રેનિંગ રશિયામાં આપવાની વિચારણા છે.
ISRO Chief K Sivan: The target for two unmanned missions to space is December 2020 and July 2021. The target for a manned mission to space is December 2021. pic.twitter.com/6YtTrTGaxN
વિશેષમાં ઇસરો ચીફે કહ્યું કે, અમે દેશમાં 6 રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર ઊભા કરવા જઈ રહ્યા છીએ. ભારતીય સ્ટુડન્ટ્સને ઇસરોમાં લાવીશું. ભારતીય સ્ટુડન્ટ્સને નાસામાં જવાની શું જરૂર છે?