દેશની પ્રતિષ્ઠિ સંસ્થા ISROમાં જોડાવાની સુવર્ણ તક, 13 સપ્ટેમ્બર સુધીમાં કરો અરજી

News18 Gujarati
Updated: September 10, 2019, 3:42 PM IST
દેશની પ્રતિષ્ઠિ સંસ્થા ISROમાં જોડાવાની સુવર્ણ તક, 13 સપ્ટેમ્બર સુધીમાં કરો અરજી
પ્રતીકાત્મક તસવીર

ઈસરોના હ્યૂમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના 86 ટેકનીકલ પદો માટે થઈ રહી છે ભરતી

  • Share this:
ભારતની સૌથી પ્રતિષ્ઠિ સંસ્થાઓ પૈકીની એક ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સાથે જોડાઈને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની સુવર્ણ તક મળી રહી છે. ઇસરો દ્વારા કુલ 86 સ્થાનો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી (Online Application) કરવાની છેલ્લી 13 સપ્ટેમ્બર છે.

ઇસરોએ હ્યૂમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (Human Space Flight Centre) શરૂ કર્યુ છે. હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ (ગગનયાન પ્રોજેક્ટ)ના વિઝન પર આ સેન્ટર કામ કરી રહ્યું છે. આ સેન્ટર હાલમાં ઇસરોના બેંગલુરુ કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર માટે જ ઇસરો ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે.

કયા પદો માટે ભરતી ઇસરો ભરતી કરશે?

ટેકનીકલ- B (39 પદ)
- ફીટર: 20 પદ
- ઇલેક્ટ્રોનીક મિકેનિકલ :15 પદ
Loading...

- પ્લમ્બર : 2 પદ
- વેલ્ડર : 1 પદ
- મિકેનિસ્ટ : 1 પદ

ડ્રાફ્ટ્સમેન-B (12 પદ)
- ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ : 10 પદ
- ડ્રાફ્ટ્સમેન ઇલેક્ટ્રિકલ : 2 પદ

ટેકનીકલ આસિસ્ટન્ટ (35 પદ)
- મિકેનીકલ : 20 પદ
- ઇલેક્ટોનિક્સ : 12 પદ
- સિવિલ : 3 પદ

કેવી રીતે કરશો અરજી?

અરજદારે ઇસરોની વેબસાઇટ www.isro.gov.in પર જઈને 24 ઑગસ્ટથી 13 સપ્ટેમ્બર 2019 સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ વેબસાઇટ ઉપર જ 13 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ વિગતો https://apps.isac.gov.in/TAHSFC-2019/advt.jsp પરથી જાણી શકો છો.

અરજી માટે કેટલી ફી ચૂકવવી પડશે?

અરજદારે ઇન્ટરનેટ બેન્કિંગ/ડેબિટ કાર્ડ અથવા તો ઓફલાઇન એસબીઆઈની બ્રાન્ચમાં જઈને અરજી માટે 250 રુપિયા ચૂકવવા પડશે. ફી ચૂકવવાની પણ છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર છે.

કેટલી ઉંમરની વ્યક્તિઓ અરજી કરી શકશે?

તમામ પદો માટે સામાન્ય કેટેગરીના અરજદારોની ઉંમર (13 સપ્ટેમ્બર સુધી) 18થી 35 વર્ષ હોવી જોઈએ. એસસી અને એસટી અરજદારોની ઉંમર મર્યાદા 40 વર્ષ અને ઓબીસી અરજદારની ઉંમર 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાંચો, Chandrayaan 2: 'વિક્રમ'ને ફરી સક્રિય કરવા શું ઇસરો NASAની મદદ લેશે?
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...