PSLV-C51 Amazonia-1 Mission: ઇસરોએ કર્યું વર્ષનું પ્રથમ લૉન્ચિંગ, અંતરિક્ષમાં મોકલી PM મોદીની તસવીર અને ભગવદ્ ગીતા

ફાઇલ તસવીર

PSLV-C51 Amazonia Mission: 2021ના વર્ષનું ઇસરોનું પ્રથમ લૉન્ચિંગ, મોદીની તસવીર અને 'ભગવદ્ ગીતા' અંતરિક્ષમાં મોકલી છે.

  • Share this:
    બેંગલુરુ: આજે એટલે કે રવિવારે શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર (Sriharikota) ખાતેથી પ્રથમ વખત બ્રાઝીલના ઉપગ્રહ લઈને ઇસરોનું યાન અંતરિક્ષમાં રવાના થયું છે.  2021ના વર્ષનું ઇસરોનું આ પ્રથમ લૉન્ચિંગ છે. આ રૉકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર (Satish Dhawan Space Centre) SHAR ખાતેથી લોંચ કરવામાં આવ્યું હતું.  પીએસએલવી-સી51/એમેઝોનિયા-1 મિશન માટે શનિવારે સવારે આઠ વાગીને 54 મિનિટ પર ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ હતી. આ રૉકેટ સાથે વડાપ્રધાન મોદીની તસવીર અને 'ભગવદ્ ગીતા'ને પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે. આ રૉકેટને રવિવારે 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગીને 24 મિનેટ પર લોંચ કરવામાં આવ્યું હતું.

    ઇસરોએ એક નિવેદનમાં કહ્યુ છે કે, પીએસએલવી-સી51 ( PSLV-C51 rocket) પીએસએલવીનું 53મું મિશન છે. આ રોકેટના માધ્યમથી બ્રાઝીલના અમેઝોનિયા-1 ઉપગ્રહની સાથે સાથે 18 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. આ રૉકેટને ચેન્નાઈથી 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી લૉંચ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો:  1 March, 2021થી થશે આ મોટા બદલાવ: આ બેંકના ATMમાંથી નહીં નીકળે 2,000ની નોટ, FASTag ફ્રીમાં નહીં મળે

    આ ઉપગ્રહોમાં ચેન્નાઈની સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા (SKI)નો સતીશ ધવન એસએટી (SD SAT) શામેલ છે. આ અંતરિક્ષ યાનની આગળની પેનલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર અંકિત હશે. એસકેઆઈએ કહ્યુ કે, "આ તેમની (નરેન્દ્ર મોદી) આત્મનિર્ભરતાની પહેલા અને અંતરિક્ષ ખાનગીકરણ માટે એકતા આભાર વ્યક્ત કરવા માટે છે." એસકેઆઈ એસડી (સુરક્ષિત ડિજિટલ) કાર્ડમાં 'ભગવદ્ ગીતા' પણ મોકલવામાં આવી રહી છે.

    આ પણ વાંચો:  LPG Gas Cylinder: ગેસ સિલિન્ડર પર 700 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવવાનો આજે છેલ્લો દિવસ

    ઇસરોની બિઝનેસ શાખા ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) માટે આજનો દિવસ ખાસ છે. ઇસરોનું મુખ્યાલય બેંગલુરુમાં છે. પીએસએલવી (પોલર સેટેલાઇટ લૉંચ વ્હીકલ) સી51/એમેઝોનિયા-1 NSILનું પ્રથમ સમર્પિત બિઝનેસ મીશન છે. NSILના અધ્યક્ષ તેમજ નિર્દેશક જી નારાયણે કહ્યુ કે, "બ્રાઝીલ નિર્મિત પ્રથમ ઉપગ્રહનું લૉન્ચિંગ કરવું અમારા માટે ગર્વની વાત છે."

    637 કિલોગ્રાના વજનનો અમેઝોનિયા-1 બ્રાઝીલનો પ્રથમ ઉપગ્રહ છે, જેના ભારત લૉંચ કરી રહ્યું છે. આ ઉપગ્રહ અમેઝોન ક્ષેત્રમાં જંગલોમાં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ પર દેખરેક રાખશે. આ ઉપરાંત બ્રાઝીલમાં કૃષિ ક્ષેત્રના વિશ્લેષણ માટે આંકડા પુરા પાડશે.
    Published by:Vinod Zankhaliya
    First published: