Home /News /national-international /ઈસરો આજે રાતે કરશે કમાલ: અંતરિક્ષમાં એકસાથે 36 સેટેલાઈટ મોકલશે, કાઉંટડાઉન શરુ

ઈસરો આજે રાતે કરશે કમાલ: અંતરિક્ષમાં એકસાથે 36 સેટેલાઈટ મોકલશે, કાઉંટડાઉન શરુ

ઈસરો આજે રાતે લોન્ચ કરશે એક સાથે 36 રોકેટ

ઈસરોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, એલવીએમ 3-એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ 22-23 ઓક્ટોબરની મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યે પ્રસ્તાવિત છે. જેનું કાઉંટડાઉન શરુ થઈ ચુક્યું છે.

  બેંગલુરુ: ઈસરો એટલે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન વધુ એક ઈતિહાસ રચવા તૈયાર છે. ઈસરોના એલવીએમ- 3 આજે એટલે કે, રાત્રના સમયમાં રોકેટ વનવેબના 36 સેટેલાઈટને લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરોના સૌથી ભારે રોકેટ પ્રક્ષેપણ એટલે કે માર્ક- 3 દ્વારા શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી 36 બ્રોડબેન્ડ સંચાર ઉપગ્રહોનું પ્રક્ષેપણનું કાઉંટડાઉન શુક્રવાર રાતથી શરુ થઈ ગયું છે.

  ઈસરોએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, એલવીએમ 3-એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ 22-23 ઓક્ટોબરની મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યે પ્રસ્તાવિત છે. જેનું કાઉંટડાઉન શરુ થઈ ચુક્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે, વનવેબ એક ખાનગી ઉપગ્રહ સંચાર કંપની છે. ભારતી એન્ટરપ્રાઈઝીઝ વનવેબમાં એક મુખ્ય રોકાણકારણ અને શેરધારક છે.

  આ પણ વાંચો:  ભારતીય વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં કરી આવી શોધ, જોઈને દુનિયા રહી ગઈ દંગ

  આ અભિયાનમાં એલવીએમ 3ને મળશે ખાસ ઓળખાણ


  નિવેદનમાં કહેવાયુ છે કે, આ અભિયાનથી એલવીએમ 3ને વૈશ્વિક વાણિજ્યિક લોન્ચ સેવા ક્ષેત્રમાં ખાસ ઓળખાણ મળશે. અંતરિક્ષ વિભાગ અંતર્ગ તકામ કરનારા કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ ન્યૂસ્પેસ ઈંડિયા લિમિટેડે કહ્યું કે ,આ એનએલઆઈએલના માધ્યમથી એલવીએમ 3 દ્વારા પહેલું વાણિજ્યિક પ્રેક્ષેપણ છે.

  આજે રાતે 12 કલાકને 7 મીનિટ પર લોન્ચિંગ


  આ પ્રક્ષેપણની સાથે જ એલવીએમ 3 વૈશ્વક વાણિજ્યિક ઉપગ્રહ પ્રક્ષેપણ બજારમાં પગલું માંડશે. એલવીએમ 3ને પહેલા જીએસએલવી એમકે 3 રોકેટના નામથી ઓળખાતું હતું. બેંગલુરુમાં આવેલા ઈસરો કાર્યાલયે જણાવ્યું કે, એલવીએમ 3 એમ2/વનવેબ ઈંડિયા 1 મિશનનું પ્રક્ષેપણ 23 ઓક્ટોબર (22ની મધ્યરાત્રિએ) ભારતીય સમયાનુસાર 12 કલાકની સાત મિનિટ પર નિર્ધારિત છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: ઇસરો

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन