ISROએ લોન્ચ કર્યો RISAT-2BR1 સેટેલાઈટ, અંતરીક્ષમાં ભારતની બનશે બીજી આંખ

News18 Gujarati
Updated: December 11, 2019, 4:11 PM IST
ISROએ લોન્ચ કર્યો RISAT-2BR1 સેટેલાઈટ, અંતરીક્ષમાં ભારતની બનશે બીજી આંખ
શ્રીહરિકોટાથી લોન્ચ થનારું આ 75મું રોકેટ

RISAT-2BR1ના લોન્ચિંગની સાથે જ ઈસરોના નામે એક વધુ રેકોર્ડ બની જશે.

  • Share this:
ભારતે રડાર ઈમેજિંગ પૃથ્વી નિગરાની સેટેલાઈટ RISAT-2BR1ને પીએસએલવી-48 યાન લોન્ચ થઈ ગયું છે. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ ડિફેન્સ સેટેલાઈટને બપોરે 3.30 કલાકે લોન્ચ કર્યું છે. આ સાથે જ અંતરિક્ષ પર ભારતની નીગરાનીની તાકાત પહેલા કરતા વધી જશે. ઈસરોએ જણાવ્યું કે, RISAT-2BR1 મિશનની લાઈફ 5 વર્ષ છે.

RISAT-2BR1ના લોન્ચિંગની સાથે જ ઈસરોના નામે એક વધુ રેકોર્ડ બની જશે. આ રેકોર્ડ છે - 20 વર્ષમાં 33 દેશોના 319 ઉપગ્રહ છોડવાનો. 1999થી લઈ અત્યાર સુધી ઈસરોએ કુલ 310 વિદેશી સેટેલાઈટ્સ અંતરી7માં સ્થાપિત કરી છે. આજના 9 ઉપગ્રહને મિલાવીએ તો આ સંખ્યા 319 થઈ જશે.

આ પીએસએલવીની 50મી ઉડાન છે અને શ્રીહરિકોટાથી લોન્ચ થનારું આ 75મું રોકેટ હતું. RISAT-2BR1 પહેલા 22 મેના રોજ રિસેટ-2બીનું સફળ લોન્ચિંગ થયું હતું.



કૃષિ, વન અને આપદા પ્રબંધનમાં સહાયતા ઉપલબ્ધ કરાવવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવેલા 628 કિલોગ્રામ ભારવાળો આ ઉપગ્રહ પોતાની સાથે 9 અન્ય ઉપગ્રહને લઈ જશે. તેમાં ઈઝરાયલ, ઈટલી, જાપાનનો એક-એક અને અમેરિકાના 6 ઉપગ્રહ સામેલ છે.



ઈસરોએ કહ્યું કે, મંગળવારે બપોરે ચાર કલાકેને 40 મિનીટ પર RISAT-2BR1માટે ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ હતી. અંતરીક્ષ એજન્સીએ કહ્યું કે, આ ઉપગ્રહોનું પ્રક્ષેપણ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથે થયેલા વ્યવસાયિક કરાર હેઠળ કરવામાં આવી રહ્યું છે.
First published: December 11, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading